Home » Recipes » Quick Recipes » Try delicious and very yummy Potato Bhartha recipe in 10 minutes

બહુ ખાધું રીંગણનું ભરથું, આજે ટ્રાય કરો બટાકાનું ભરથું, બની જશે માત્ર 10 મિનિટમાં

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 10:00 AM

શિયાળામાં ભાગ્યે જ કોઇ એવું ઘર હોતું હશે ગુજરાતમાં, જેમના ઘરે રીંગણનો ઓળો બનતો ન હોય

  • Try delicious and very yummy Potato Bhartha recipe in 10 minutes
    કોથમીર ભભરાવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો

    રેસિપિ ડેસ્ક: શિયાળામાં ભાગ્યે જ કોઇ એવું ઘર હોતું હશે ગુજરાતમાં, જેમના ઘરે રીંગણનો ઓળો બનતો ન હોય. રીંગળના ઓળાને રીંગણનું ભરથુ પણ કહેવાય છે. ઘણા લોકોને રીંગણનો સ્વાદ ભાવતો નથી. આ લોકો માટે અમે લાવ્યા છીએ એક બીજો ઓપ્શન. અમે લાવ્યા છીએ બટાકાના ભરથાની રેસિપિ. રેસિપિ એકદમ સરળ છે અને સ્વાદ એકદમ જબરજસ્ત. એકવાર ખાધા બાદ ચોક્કસથી મન થશે વારંવાર ખાવાનું.


    બટાકાનું ભરથું
    સામગ્રી


    અઢીસો ગ્રામ બાફેલા અને છુંદેલા બટાકા
    પા કપ ડુંગળી
    બે સમારેલા લીલા મરચાં
    બે ચમચા સમારેલી કોથમીર
    મીઠું સ્વાદ મુજબ
    એક ચમચો રાઈનું તેલ
    પા ચમચી રાઇ
    ચપટી હિંગ
    પા ચમચી હળદર

    રીત


    સૌપ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ નાખો. રાઇ તતડી જાય એટલે અંદર હિંગ નાખો. ત્યારબાદ અંદર ડુંગળી અને લીલાં મરચાં નાખો. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ અંદર બટાકાનો છૂંદો, હળદર અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ