Home » Recipes » Quick Recipes » Try delicious and very yummy Kanda pakoda recipe with evening tea

સાંજની ચા સાથે માણો ગરમાગરમ ડુંગળીનાં ભજીયાં, બની જશે માત્ર 10 મિનિટમાં

Divyabhaskar.com | Updated - Dec 26, 2018, 11:36 AM

શિયાળામાં વારંવાર ભૂલ લાગતી હોય છે અને કઈંક ગરમા-ગરમ ચટપટું ખાવાની પણ ઇચ્છા થતી હોય છે

  • Try delicious and very yummy Kanda pakoda recipe with evening tea
    દરરોજ સૂકા નાસ્તાની જગ્યાએ કઈંક ગરમાગરમ મળી જાય તો મોજ પડી જાય

    રેસિપિ ડેસ્ક: શિયાળામાં વારંવાર ભૂલ લાગતી હોય છે અને કઈંક ગરમા-ગરમ ચટપટું ખાવાની પણ ઇચ્છા થતી હોય છે. બપોરે જમ્યા બાદ પણ સાંજની ચાનો સમય થાય એટલે ભૂખ લાગી જ જાય. અ સમયે દરરોજ સૂકા નાસ્તાની જગ્યાએ કઈંક ગરમાગરમ મળી જાય તો મોજ પડી જાય. આજે અમે લાવ્યા છીએ ડુંગળીના ભજીયાંની રેસિપિ. રેસિપિ સાવ સરળ છે અને બનવામાં વધુ વાર પણ નહીં લાગે. ઉપરાંત સ્વાદમાં લાગશે જબરજસ્ત ટેસ્ટી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


    ડુંગળીના ભજીયાં
    સામગ્રી


    ત્રણ કપ ડુંગળી
    બે કપ ચણાનો લોટ
    ચાર ટીસ્પૂન કોર્નફ્લોર
    મીઠું સ્વાદ અનુસાર
    એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
    બે લીલા મરચાં
    અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર
    અડધો કપ તેલ


    રીત


    ડુંગળીને સ્લાઈસમાં સુધારી લો જેથી તેની ગોળ રિંગ બને. એક બાઉલમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરો. તેમાં પાણી ઉમેરીને ખીરું બનાવો. લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરો અને સાથે બેકિંગ પાઉડર પણ મિક્સ કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ખીરામાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો. ગરમાગરમ ડુંગળીના ભજીયાને ટોમેટો સોસ કે ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ