Aloo Lasoon Puri / ભૂખ લાગી હોય અને કઈં ગરમાગરમ ખાવાની ઇચ્છા હોય તો ફટાફટ બનાવો લસણ-બટાકા પૂરી

ચા, ચટણી કે દહીં સાથે ગરમા-ગરમ પૂરીઓ સર્વ કરો
ચા, ચટણી કે દહીં સાથે ગરમા-ગરમ પૂરીઓ સર્વ કરો

divyabhaskar.com

Dec 24, 2018, 11:00 AM IST

રેસિપિ ડેસ્ક: શિયાળામાં ભૂખ બહુ લાગે અને ગરમાગરમ ચા-કૉફી સાથે અવનવી વાનગીઓ ખાવાની ઇચ્છા પણ બહુ થાય. આજે અમે આવી જ એક વાનગીની રેસિપિ લાવ્યા છીએ, જે ફટાફટ બની જશે અને ખાવાની પણ બહુ મજા આવશે. આજે અમે લાવ્યા છીએ લસણ-બટાકા પૂરીની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

લસણ-બટાકા પૂરી
સામગ્રી


એક કપ બાફીને મેશ કરેલાં બટાકાં
દોઢ કપ ઘઉંનો લોટ
એક ચમચી લસણની પેસ્ટ
બે ચમચી ઝીણી સમરેલી કોથમીર
એક ચમચી આમચૂર પાવડર
એક ચમચી લાલ મરચું
એક ચમચી હળદર
એક ચમચી જીરું
મીઠું, સ્વાદ અનુસાર
એક ચમચી બેકિંગ સોડા
જરૂર મુજબ તેલ


રીત


તેલ સિવાયની બાકીની બધી જ સામગ્રી એક મોટા બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરી લો. પાણી વગર જ લોટ બાંધી લો. બટાકાના પાણીથી જ લોટ બંધાઇ જશે. લોટ બંધાઇ જાય એટલે ઢાંકીને 10-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો.


લોટ સેટ થઈ જાય એટલે એકસરખા માપના નાના-નાના લુવા બનાવી લો. ત્યારબાદ આ લુવામાંથી પૂરીઓ વણી લો. આ દરમિયાન તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે વારાફરથી પૂરીઓ તળો અને તાવેથાથી દબાવી-દબાવીને ફુલાવવી અને પલટીને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.


તૈયાર છે ખૂબજ ટેસ્ટી ગરમા-ગરમ નાસ્તો. ચા, ચટણી કે દહીં સાથે ગરમા-ગરમ પૂરીઓ સર્વ કરો.

X
ચા, ચટણી કે દહીં સાથે ગરમા-ગરમ પૂરીઓ સર્વ કરોચા, ચટણી કે દહીં સાથે ગરમા-ગરમ પૂરીઓ સર્વ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી