Home » Recipes » Quick Recipes » Try delicious and Quick recipe of mawa rolls for Rakshabandhan

રક્ષાબંધન પર માત્ર 10 જ મિનિટમાં બનાવો માવા રોલ, ભાઇ થઈ જશે ખુશ

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 10:54 AM

માત્ર 10 જ મિનિટમાં બનતા માવા રોલની સામગ્રી અને રેસિપિ

  • Try delicious and Quick recipe of mawa rolls for Rakshabandhan
    26-ઑગષ્ટ, રવિવારના રોજ રક્ષાબંધન છે

    રેસિપિ ડેસ્ક: 26-ઑગષ્ટ, રવિવારના રોજ રક્ષાબંધન છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધી મોં મીઠું કરાવે છે. બહેનોને આ દિવસે પોતાના હાથે બનાવેલી મિઠાઇથી ભાઇનું મોં મીઠું કરાવવાનો બહુ હરખ હોય છે. ભાઇ માટે માત્ર 10 જ મિનિટમાં બનાવો માવા રોલ, સાવ સરળ છે રેસિપિ.


    ઈન્સ્ટન્ટ માવા રોલ
    સામગ્રી


    એક કપ મિલ્ક પાવડર
    એક મોટી ચમચી ઘી
    એક ટેબલ સ્પૂન મિલ્ક મેડ (અથવા થોડી ખાંડ)
    અડધો કપ દૂધ
    ફૂડ કલર


    રીત


    સૌપ્રથમ એક કડાઇમાં ઘી નાખી ગેસ ચાલુ કરો. ઘી ઓગળી જાય એટલે અંદર દૂધ નાખો. દૂધ થોડું ગરમ થાય એટલે થોડો-થોડો મિલ્ક પાવડર નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. અંદર જરા પણ ગઠ્ઠા ન પડવા જોઇએ. ત્યારબાદ અંદર મિલ્ક મેડ કે ખાંડ નાખી હલાવતા જાઓ. ધીરે-ધીરે માવો કડક થવા લાગશે. માવો કડાઇને જરા પણ ન ચોંટે ત્યાં સુધી શેકતા રહેવું.


    હવે ગેસ બંધ કરી બાઉલમાં કાઢી થોડો ઠંડો થવા દો. ત્યારબાદ એક પ્લેટમાં થોડું ઘી લગાવી માવો કાઢો. ત્યારબાદ માવાને પ્લેટમાં બરાબર મસળો. માવો પ્લેટ પર ચોંટે તો વચ્ચે-વચ્ચે ઉખાડતા રહેવું. ત્રણ-ચાર મિનિટ આ રીતે મસળતા રહેશો એટલે માવો એકદમ સોફ્ટ બની જશે. ત્યારબાદ ચપટી ફૂડ કલરને પાણીમાં ઓગાળી માવામાં મિક્સ કરી દો.


    ત્યારબાદ માવામાંથી રોલ બનાવવા. માવો હાથમાં ચોંટે તો હાથ પર થોડું ઘી લગાવવું. ત્યારબાદ રોલ્સને ઇલાયચી, ડ્રાયફ્રુટ્સ કતરણ, ગુલાબની સૂકી પાંદડી કે ખસખસથી ગાર્નિશ કરી સર્વ કરો.

    અદ્દલ આગ્રા જેવી જ બેડાઇ પૂરી બનાવો ઘરે, વીકેન્ડમાં ફેમિલી થઈ જશે ફિદા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ