લીલી ડુંગળી નહીં મુરજાય કે બગડે 1 મહિના સુધી, બહુ કામની છે આ કિચન ટિપ્સ

લીલી ડુંગળી વધી હોય તો બાકીની ડુંગળીને સ્ટોર કરી શકાય છે

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 04:19 PM
Try delicious and helpful Kitchen Tips for cooking and cleaning

રેસિપિ ડેસ્ક: દરેકના ઘરમાં રસોઇ તો બનતી જ હોય છે, જેમાં કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી કામ સરળ બને છે અને સમયનો બચાવ પણ થાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ કેટલીક મહત્વની કિચન ટિપ્સ, જે તમારાં કામ સરળ કરશે અને રસોઇ પણ ટેસ્ટી બનાવશે.

- લીલી ડુંગળી વધી હોય તો બાકીની ડુંગળીને સ્ટોર કરી શકાય છે. આ માટે એક કાચની બેટલમાં ઉપર અને નીચે ટિશ્યૂ પેપર રાખવું અને વચ્ચેના ભાગમાં ટિશ્યૂ પેપર રાખવુ. જેથી એક મહિના સુધી ડુંગળી બગડશે નહીં.


- કોઇ ઝારનું ઢાંકણ જામ થઈ ગયું હોય અને ખૂલતું ન હોય તો ચપ્પા કે કોઇ હેવી વાસણથી ઢાંકણની બધી બાજુ ધીરે-ધીરે મારવું. ઢાંકણ સહેલાઇથી ખુલી જશે.


- ડુંગળી કાપતી વખતે આંખ ખૂબજ બળતી હોય તો ડુંગળીને છોલીને ઉપર નીચેના ડિંટાને કાઢી વચ્ચેથી કાપી બે ભાગ કરી ઠંડા પાણીમાં બોળી દો. તેનાથી ડુંગણી ઝીણી સમારતી વખતે આંખ નહીં બળે.


- ઘરે પનીર બનાવ્યું હોય અને તેનો તરત ઉપયોગ ન કરવો હોય તો એકદમ ઠંડા પાણીમાં પનીરને ડુબાડી પાણી સાથે જ ડબ્બામાં ભરી ફ્રિઝમાં મૂકી દો. બે દિવસ સુધી ટેસ્ટ પણ નહીં બદલાય અને એકદમ સોફ્ટ પણ રહેશે.


- તળતી વખતે જાડા તળિયાવાળી કઢાઇનો ઉપયોગ કરવો. જેથી તેલ બરાબર ગરમ થઈ શકે કે ગરમ થયા બાદ જલદી ઠંડુ ન થાય.


- દહીંવડાં ઘરે બનાવતી વખતે ઘણીવાર વડાં સોફ્ટ નથી બનતાં, આ માટે વડાં તળીને તેલમાંથી કાઢ્યા બાદ સીધાં જ પાણીમાં નાખવાં, જેથી વડાં પાણી બરાબર એબઝોર્બ કરી શકે અને સોફ્ટ બને. જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે હાથથી થોડાં દબાવી પાણી નીતારી દેવું.


- લસણ છોલવામાં બહું સમય લાગી જતો હોય છે. રોટલી બની ગયા બાદ તવી ગરમ હોય તે સમયે તવી પર લસણની કળીઓ મૂકી દો. એટલે લસણ ફટાફટ છોલાઇ જશે. કોઇ એક કિચન ટૉવેલમાં એકસાથે લઈ રબ કરશો તો પણ બધું જ લસણ છોલાઇ જશે. આ લસણની સ્મેલ પણ ઓછી આવશે.

- દાળને બાફતી વખતે અંદર થોડું તેલ નાખી દો. દાળ ઉભરાશે નહીં.


- ચોપિંગ બોર્ડને સાફ કરવા ઉપર બે-ત્રણ ચમચી મીઠું લઈ લીંબુથી સરખી રીતે ઘસો. ડાઘ સાફ થઈ જશે અને કોઇ સ્મેલ આવતી હશે તો એ પણ દૂર થશે. છેલ્લે પાણીથી બરાબર ધોઇને લૂછી લો. ચોપિંગ ઓર્ડ લાકડાનું હોય તો સૂકાયા બાદ ટિશ્યૂ પેપર પર થોડું તેલ લઈ ચોપિંગ બોર્ડ પર થોડું લગાવી લો. જેથી શાઇન જળવાઇ રહેશે અને તેનું આયુષ્ય પણ વધશે.

છોલે બનાવવાની નવી જ રીત, બનશે ખૂબજ ટેસ્ટી અને ફટાફટ પણ

X
Try delicious and helpful Kitchen Tips for cooking and cleaning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App