Lemon Juice / એકવાર બનવી લો લીંબુનો શરબત, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર પણ નહીં બગડે 1 વર્ષ સુધી

શરબત બનાવવો હોય ત્યારે ગ્લાસમાં બે ટેબલસ્પૂન શરબત લેવો અને પાણી એડ કરી મિક્સ કરી લો
શરબત બનાવવો હોય ત્યારે ગ્લાસમાં બે ટેબલસ્પૂન શરબત લેવો અને પાણી એડ કરી મિક્સ કરી લો

divyabhaskar.com

Dec 29, 2018, 12:50 PM IST

રેસિપિ ડેસ્ક: અત્યારે માર્કેટમાં લીંબુ સારાં આવી રહ્યાં છે અને સસ્તાં પણ. લીંબુનો શરબત લગભગ બધાંને ભાવતો હોય છે, અને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક પણ છે. ઘણીવાર માર્કેટમાં લીંબુ એટલાં મોંઘાં હોય છે કે ઈચ્છવા છતાં આપણે રોજ-રોજ તેની મજા માણી શકતા નથી. આ માટે જ, લીંબુ જ્યારે સસ્તાં હોય ત્યારે તેનો શરબત બનાવીને સ્ટોર કરી લેવામાં આવે તો, જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે તેની મજા માણી શકાય છે.

લીંબુ શરબત
સામગ્રી


10-15 લીંબુ
3 કપ ખાંડ
સંચળ
મીઠું

રીત


સૌપ્રથમ લીંબુ કાપીને એક બાઉલમાં બધો જ રસ કાઢી લો. ત્યારબાદ રસને ગરણીથી ગાળી લેવો. લીંબુનો જેટલો રસ હોય તેનાથી ત્રણઘણી ખાંડ લેવી. તમે જ્યારે શરબત બનાવશો ત્યારે બીજી ખાંડ એડ કરવાની જરૂર નહીં પડે. ત્યારબાદ ખાંડને એક તપેલીમાં લો અને અંડર બે કપ પાણી એડ કરી ગેસ પર ગરમ કરો. સ્લો ટુ મિડિયમ આંચ પર એકતારની ચાસણી બનાવો.


આ દરમિયાન લીંબુના રસમાં એક ટેબપસ્પૂન સાદુ મીઠું અને એક ટેબલસ્પૂન સંચળ એડ કરો અને ઓગાળી લો. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી ઠંડી કરી દો. ચાસણી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ અંડર લીંબુનો રસ એડ કરો.

તૈયાર છે લીંબુનો સ્ટોર કરવા માટેનો શરબત. કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં મૂકી દો. એક વર્ષ સુધી નહીં બગડે.


જ્યારે પણ શરબત બનાવવો હોય ત્યારે ગ્લાસમાં બે ટેબલસ્પૂન શરબત લેવો અને પાણી એડ કરી મિક્સ કરી લો. તૈયાર થઈ જશે લીંબુનો ઈન્સ્ટન્ટ શરબત

X
શરબત બનાવવો હોય ત્યારે ગ્લાસમાં બે ટેબલસ્પૂન શરબત લેવો અને પાણી એડ કરી મિક્સ કરી લોશરબત બનાવવો હોય ત્યારે ગ્લાસમાં બે ટેબલસ્પૂન શરબત લેવો અને પાણી એડ કરી મિક્સ કરી લો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી