માત્ર 15 જ મિનિટમાં બની જશે સ્ટ્રોબેરીની આ 5 વાનગીઓ, કરી દેશે દિલ ખુશ

સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ, સ્ટ્રોબેરી લસ્સી શેક, સ્ટ્રોબેરી ડોનટ, સ્ટ્રોબેરી ઈન લેમન સીરપ અને સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટ

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 04:51 PM
સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ
સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ

યૂટિલિટી ડેસ્ક: આજકાલ સ્ટ્રોબેરી તો લગભગ બધે મળી જ રહે છે અને નાનાથી મોટા સૌને ભાવતી પણ હોય છે. સ્ટ્રોબેરીને ફ્રુટ તરીકે કે કોઇ વાનગીને સજાવવામાં તો લગભગા બધા ઉપયોગમાં લેતા જ હોય છે, પરંતુ આ જ સ્ટ્રોબેરીની વાનગીઓ બહુ ઓછા લોકો બનાવતા હોય છે. તેમાં પણ ઉનાળાની ગરમીમાં કોઇ બહારથી આવે અને હાથમાં સ્ટ્રોબરીની એકાદી ઠંડી વાનગી આપવામાં આવે તો દિલ તો ખુશ-ખુશ થઈ જ જાય અને સાથે-સાથે તેનો ખાટમધુરો સ્વાદ પણ દાઢમાં રહી જશે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ માત્ર 15 જ મિનિટમાં બની જાય તેવી સ્ટ્રોબેરીની 5 ક્વિક અને ડિલિશિયસ વાનગીઓની રેસિપિ.


નોંધી લો સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ, સ્ટ્રોબેરી લસ્સી શેક, સ્ટ્રોબેરી ડોનટ, સ્ટ્રોબેરી ઈન લેમન સીરપ અને સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટની સરળ અને ઝટપટ રેસિપિ....


સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ

સામગ્રી


1 કપ ડાર્ક ચોકલેટ
12 સ્ટ્રોબેરી

રીત

એક બાઉલમાં ચોકલેટ લઈ તેને માઈક્રોવેવમાં 1 મિનીટ માટે ગરમ કરો. તેને બહાર કાઢી હલાવો ફરી તેને માઈક્રોવેવમાં મુકો 20-20 સેકન્ડ માટે તેને આ રીતે મુકો અને હલાવતા રહો. ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે સ્ટ્રોબેરીનો ઉપરનો અડધો કે ઈચ્છો તો તેનાથી વધારે ભાગ ચોકલેટમાં ડિપ કરી કાઢી લો. આ સ્ટ્રોબેરીને ફ્રિજમાં સેટ કરો. તૈયાર છે ડિપ્ડ સ્ટ્રોબેરી.


(ઓવન ના હોય તો ઉકળતા પાણીમાં બાઉલ મુકીને ચોકલેટને હલાવીને મેલ્ટ કરી શકાય.)


આગળની સ્લાઇડ્સ ક્લિક કરી જાણો સ્ટ્રોબેરીની અન્ય યમ્મી-યમ્મી વાનગીઓની રેસિપિ....

સ્ટ્રોબેરી લસ્સી શેક
સ્ટ્રોબેરી લસ્સી શેક

સ્ટ્રોબેરી લસ્સી શેક

સામગ્રી

 

-બે વાડકી તાજુ અને સારુ જામેલુ દહીં
-એક વાડકી ખાંડ
- ત્રણ સ્કૂપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
- બે તાજી સ્ટ્રોબેરી
- ત્રણ મોટી ચમચી દૂધનો પાવડર
-બે વાડકી બરફના ટુકડા

 

રીત

 

તાજા ઠંડા દહીંમા ખાંડ નાખીને મિક્સરમાં ચલાવો. હવે મિક્સરમાં બરફના ટુકડા અને દૂધ પાવડર નાખીને મિશ્રણને એકરસ કરી લો. ગ્લાસમાં ભરો, ઉપરથી આઈસક્રીમ સ્કૂપ મૂકો, સ્ટ્રોબેરીને કાપીને તેની ઉપર લગાવો. અને ચમચી લગાવીને સર્વ કરો.


આગળની સ્લાઇડ્સ ક્લિક કરી જાણો સ્ટ્રોબેરીની અન્ય યમ્મી-યમ્મી વાનગીઓની રેસિપિ....

સ્ટ્રોબેરી ડોનટ
સ્ટ્રોબેરી ડોનટ

સ્ટ્રોબેરી ડોનટ

સામગ્રી


- દોઢ કપ મેંદો
- અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- અડધો કપ માખણ
- એક ચમચી બેકિંગ પાવડર
- પા ચમચી પીવાનો સોડા
- પા કપ બૂરું ખાંડ
- બે ચમચા દૂધ
 

રીત

 
મેંદો અને બેકિંગ પાવડરને એકસાથે મિક્સ કરો અને સાથે માખણ અને કન્ડેન્સ્ડ મિલ્કને બીટરની મદદથી ફેંટો. સારી રીતે મિક્સ થાય ત્યારે તમે તેમાં થોડી ખાંડ નાંખો અને ફરી ફેંટો. તૈયાર મિશ્રણમાં થોડો મેંદો મિક્સ કરો અને સાથે તેમાં દૂધ મિક્સ કરો. પીવાના સોડામાં મિક્સ કરો અને ચિકાશવાળા મોલ્ડમાં તેને મિક્સ કરો. આ મિશ્રણને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર 25-30 મિનિટ માટે બેક કરો. તે ઠંડુ થાય ત્યારે તેને મોલ્ડમાંથી કાઢી લો. એક અન્ય વાસણમાં માખણને નરમ થાય ત્યાં સુધી ફેંટો. તેમાં આઇસિંગ શુગર અને એક ચમચી ગરમ પાણી મિક્સ કરો અને ફેંટવાનું શરૂ કરો. ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી મિશ્રણ મુલાયમ ન બને. તે હલકું થાય ત્યારે તમે ડોનટની વચ્ચે સ્ટ્રોબેરી જામને લગાવો અને તૈયાર આઇસિંગ કોન દ્વારા ડોનર પર નાંખો. તૈયાર છે તમારી સ્વીટ ડિશ.


આગળની સ્લાઇડ્સ ક્લિક કરી જાણો સ્ટ્રોબેરીની અન્ય યમ્મી-યમ્મી વાનગીઓની રેસિપિ....

સ્ટ્રોબેરી ઈન લેમન સીરપ
સ્ટ્રોબેરી ઈન લેમન સીરપ

સ્ટ્રોબેરી ઈન લેમન સીરપ
 સામગ્રી

 
4 કપ સ્ટ્રોબેરીના ટુકડા
¼ કપ લીંબુનો રસ
¼ કપ ખાંડ
¼ કપ ક્રિમ

 
રીત

 
એક બાઉલમાં સ્ટ્રોબેરી, લીંબુનો રસ અને ખાંડને લઈને સારી રીતે મિક્સ કરી લો. તેને ફ્રિજમાં ઠંડુ કરવા મુકો. દરમિયાન ક્રિમને એકદમ ફેંટી લો. તે એકદમ સોફ્ટ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં સ્ટ્રોબેરી મુકી તેના પર ક્રિમથી ગાર્નિશ કરો.


આગળની સ્લાઇડ્સ ક્લિક કરી જાણો સ્ટ્રોબેરીની અન્ય યમ્મી-યમ્મી વાનગીઓની રેસિપિ....

સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટ
સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટ

સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટ
 સામગ્રી

 
3 ½ કપ સ્ટ્રોબેરીના ટુકડા
½ કપ ખાંડ
½ કપ પાણી નિતારેલુ દહી
1 ચમચો લીંબુનો રસ

 
રીત

 
મિક્સરમાં ખાંડ અને સ્ટ્રોબેરી લઈને ક્રશ કરી લો. દહીમાં આ મિશ્રણને ઉમેરો અને લીંબુનો રસ પણ મિક્સ કરીને બધાને સારી રીતે ભેળવી દો. ફ્રિજમાં ઠંડુ કરીને સર્વ કરો.

X
સ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટસ્ટ્રોબેરી ડિપ્ડ ઈન ચોકલેટ
સ્ટ્રોબેરી લસ્સી શેકસ્ટ્રોબેરી લસ્સી શેક
સ્ટ્રોબેરી ડોનટસ્ટ્રોબેરી ડોનટ
સ્ટ્રોબેરી ઈન લેમન સીરપસ્ટ્રોબેરી ઈન લેમન સીરપ
સ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટસ્ટ્રોબેરી ફ્રોઝન યોગર્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App