યૂટિલિટી ડેસ્ક: સ્ત્રીઓને રસોડાની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ઘરમાં નાના કે મોટા ગમે તેને ભૂખ લાગે, તેના હાથ ફટાફટ ચાલવા લાગે છે. ઘરના સભ્યો હોય કે મહેમાનો, રસોઇની રાણી હંમેશાં બધાંને ખુશ રાખવાના પ્રયત્ન કરતી રહે છે. જોકે તેમને પણ ક્યારેક થાક લાગે કે ક્યારેક એમ થાય કે, કઈંક ફટાફટ બની જાય તેવું બનાવી દઉં, હા પણ તે બધાને ભાવવું તો જોઇએ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ, માત્ર 10 જ મિનિટમાં બની જતી 5 ઝટપટ વાનગીઓની રેસિપિ, જેનાથી તમે પણ ખુશ કરી શકો છો ઘરમાં બધાંને.
નોંધી લો ચીઝ ગાર્લિક બ્રેડ, બ્રેડ પનીર રોલ, આલુ ટિક્કી, મેથી પકોડા અને ગ્રિલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવિચની સરળ અને ઝટપટ રેસિપિ...
ચીઝ ગાર્લિક બ્રેડ
સામગ્રી
-6થી 8 બ્રેડ સ્લાઈસ
-4 ચમચા બટર
-મીઠું સ્વાદ અનુસાર (જો અનસોલ્ટેડ બટર લીધુ હોય તો)
-2 ½ કપ છીણેલુ ચીઝ
-3 ચમચી ચીલી ફ્લેક્સ
-6થી 8 કળી લસણ
રીત
ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો. બટરમાં ક્રશ્ડ કરેલું લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચિલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મૂકી દો. બેકિંગ ટ્રેમાં મૂકવાની જરૂર નથી. 5થી 6 મિનિટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો 10 મિનિટમાં બનતી આવી જ કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.