ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા રોજ પીઓ આ 10માંથી 1 દેશી પીણું

ગુલાબનું શરબત, જલજીરા, એલોવેરા જ્યુસ, બિલાનું શરબત અને આંબલીના શરબતની રેસિપિ અને ફાયદા

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:36 PM
કેરીનો બાફલો
કેરીનો બાફલો

યૂટિલિટી ડેસ્ક: ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા ઠંડાં પીણાં અને સોડા પીવાની જગ્યાએ કુદરતી વસ્તુઓથી બનેલાં પીણાં પીવાની જ ડૉક્ટર્સ પણ સલાહ આપે છે. તેમાં પણ કેટલાક મસાલા નાખવાથી આ પીણાં બજારમાં મળતાં તૈયાર ઠંડાંપીણાં કરતાં પણ વધુ ટેસ્ટી બની જાય છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ આવાં જ 10 દેશી પીણાંની રેસિપિ, તેના ફાયદાની સાથે.


નોંધી લો કેરીનો બાફલો, શિકંજી, મેંગો મિંટ લસ્સી, ફુદીનાનું શરબત, છાશ, ગુલાબનું શરબત, જલજીરા, એલોવેરા જ્યુસ, બિલાનું શરબત અને આંબલીના શરબતની રેસિપિ અને ફાયદા...


કેરીનો બાફલો


કાચી કેરીનો બાફલો ગરમીમાં લૂથી બચવા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આપને તરત એનર્જી મળે છે.


રીત:


કાચી કેરીને છોલીને ઉકાળી લો. એમાં સંચળ, ફૂદીનો, ખાંડ નાખીને મિકસરમાં નાખીને મિક્સ કરી દો. આને ગ્લાસમાં કાઢો અને પછી પીરસો.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અન્ય પીણાં વિશે....

ન થવું હોય જાડિયા-પાડિયા તો, અચૂક ખાવી જોઇએ આ વાનગી

શિકંજી
શિકંજી

શિકંજી:


 ઉનાળામાં શિક્ંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિકંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે.


રીત:


એક જગમાં પાણી લો. એમાં લીંબુનો રસ, જીરા પાવડર, સંચળ અને ખાંડ ભેળવી દો. હવે શિકંજીને ગરણીથી ગાળીને ગ્લાસમાં નાખો અને બરફના ટુકડા નાખી પીરસો.

મેંગો મિંટ લસ્સી
મેંગો મિંટ લસ્સી

મેંગો મિંટ લસ્સી:


 કેરી અને ફુદીનાથી બનેલી લસ્સી ઉનાળામાં તમને ફ્રેશ રાખશે. આ શક્તિવર્ધક પીણાને બનાવી તરત પીરસો.


રીત:

 

 કેરી, ખાંડ, ફૂદીનો, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને મેળવી મિકસરમાં નાખીને મિક્સ કરી દો. કેરી નરમ થવાથી તેને ગ્લાસમાં કાઢો અને પીરસો.

ફુદીનાનું શરબત
ફુદીનાનું શરબત

ફુદીનાનું શરબત:


 ફુદીનાનું શરબત ઉનાળામાં ડિહાઈડ્રેશન અને લૂ થી બચાવે છે. આ પાચન પ્રક્રિયા સારી કરે છે.


રીત: 


 મિકસરમાં ફૂદીનો, ખાંડ અથવા ગોળ, મધ, સંચળ કાળામરી અને જીરૂ પાવડર મેળવીને ક્રશ કરી લો. આ પેસ્ટની ઓછી માત્રાને પાણી સાથે મેળવી ગ્લાસમાં નાખો અને બરફ મેળવી પીરસો.

છાશ
છાશ

છાશ:


 આને પીવાથી પેટની બળતરા અને એસિડિટી દૂર થાય છે. છાશ પીવાથી વજન ઓછું થાય છે અને પાચન પ્રક્રિયા સારી રહે છે.


રીત:

 

 દહીંમાં મીઠું, સંચળ, જીરૂ પાવડર અને હિંગ મેળવી મિકસરમાં મિક્સ કરી દો. આમાં બરફ મેળવી ગ્લાસમાં નાખી પીરસો.

ગુલાબનું શરબત
ગુલાબનું શરબત

ગુલાબનું શરબત:

 

 આ શરબત પીવાથી પેટની બળતરા દૂર થાય છે. આ શરીરને ઠંડુ રાખે છે.

 

રીત:

 

એક કડાઈમાં પાણી અને ખાંડ નાખીને ચાસણી બનાવી લો. એમાં ગુલાબજળ, ઇલાયચી પાવડર અને તાઝા ગુલાબની પાંદડીઓની પેસ્ટ નાખો. આને ગાળીને ફ્રીઝમાં મૂકી દો. પીરસતી વખતે આ શરબતને પાણી સાથે મેળવીને પીરસો.

જલજીરા
જલજીરા

જલજીરા:  


આને પીવાથી એસિડિટી અને ડિહાઈડ્રેશન દૂર થાય છે. જલજીરા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટેનો શ્રેષ્ટ વિકલ્પ છે.


રીત:


 પાણીમાં જીરા પાવડર, સંચળ, આમચૂર પાવડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાંદડાની પેસ્ટ બનાવી લો. આમાં બરફના ટુકડા નાખીને પીરસો.

એલોવેરા જ્યુસ
એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસ:


 આ જ્યુસ ઉનાળામાં ચામડીને સૂકી થતી રોકવામાં મદદરૂપ થાય છે. આ પાચન પ્રક્રિયાને સુધરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે. અને ગરમીમાં પણ ત્વચાની ચમક જળવાઈ રહે છે.


રીત:


 એલોવેરાની કાંટાળી કિનારી કાઢી નાખો. આના પાંદડાની વચ્ચે રહેલો ગર્ભ નિકાળી દો. આને મિક્સરમાં નાખીને લીંબુ અથવા નારંગીનો જ્યુસ અને મીઠું મેળવી ક્રશ કરી લો. અને બરફના ટુકડા નાખીને પીરસો.

બિલાનું શરબત
બિલાનું શરબત

બિલાનું શરબત:


 ઉનાળામાં આને અમૃત સમાન માનવામાં આવે છે. આ ઝાડાને મટાડવા માટે મદદરૂપ છે. પાચન પ્રક્રિયા સારી રાખે છે અને લૂથી બચાવે છે.


રીત:

 

 બિલાના ગર્ભને કાઢીને સારી રીતે મસળી નાખો.આમાં ખાંડ, સંચળ, જીરૂ પાવડર અને ચાટ મસાલો મેળવી મિક્સરમાં મિક્સ કરો. આમાં બરફ નાખી પીરસો.

Try 10 Traditional and Natural drinks recipe for Summer

આંબલીનું શરબત


ગરમીથી બચવા આ રાજસ્થાની પીણાને પીઓ. લૂથી રાહત મેળવવાનો આ અસરકારક ઉપાય છે.


રીત: 

 

આંબલી અને પાણી મેળવીને બે કલાક માટે મૂકી દો. મિશ્રણને ગાળીને એમાં ખાંડ, કાળા મરીનો પાવડર, ઇલાયચી પાવડર, સંચળ, મીઠું, બરફ અને પાણી નાખી સારી રીતે મિક્સ કરો. આને ગ્લાસમાં નાખો અને પીરસો.

X
કેરીનો બાફલોકેરીનો બાફલો
શિકંજીશિકંજી
મેંગો મિંટ લસ્સીમેંગો મિંટ લસ્સી
ફુદીનાનું શરબતફુદીનાનું શરબત
છાશછાશ
ગુલાબનું શરબતગુલાબનું શરબત
જલજીરાજલજીરા
એલોવેરા જ્યુસએલોવેરા જ્યુસ
બિલાનું શરબતબિલાનું શરબત
Try 10 Traditional and Natural drinks recipe for Summer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App