પીનટ બટર / રેસિપી: ઘરે 2-3 મિનિટમાં બનાવો શરીર માટે એકદમ ગુણકારી પીનટ બટર

recipe: try to make delicious and healthy Peanut Butter in just 2 minutes

divyabhaskar.com

Feb 12, 2019, 06:34 PM IST

રેસિપી ડેસ્ક: પીનટ બટર ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. માર્કેટના રેડીમેડ પીનટ બટરમાં ઘણાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, પરંતુ જો તેને ઘરે બનાવવામાં આવે તો તે આપણા માટે વધારે હેલ્ધી રહે છે. ડાયટ માટે પણ આ બેસ્ટ છે. આનાથી લાંભા સમય સુધી ફરી ભૂખ નહીં લાગે અને એનર્જેટિક પણ ફીલ કરશો. પીનટ બટરના સેવનથી હાડકાંની સમસ્યાઓ સોલ્વ થાય છે, પેટની ગડબડ મટે છે, મગજ તેજ થાય છે અને બીજા પણ ઘણા ફાયદા થાય છે. પીનટ બટર બનાવતાં માત્ર 2-3 મિનિટ જ લાગશે.

પીનટ બટર


સામગ્રી
250 ગ્રામ સીંગદાણા
સ્વાદ અનુસાર મીઠું
એક ટેબલસ્પૂન મધ
એક ટેબલસ્પૂન રિફાઇન્ડ તેલ
સ્વાદ અનુસાર ખાંડ

રીત

સૌપ્રથમ સીંગદાણાને લો ફ્લેમ પર ધીરે-ધીરે શેકી લો. સતત હલાવતા રહેવું અને શેકવા. શેકવાથી બટર લાંબા સમય સુધી બગડશે નહીં. ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડું પાડી ફોતરાં અલગ પાડી દો. ત્યારબાદ મિક્સર જારમાં મગફળી લઈ એકદમ ઝીણી ક્રશ કરી લો. થોડું કકરું થાય એટલે અંદર મીઠું અને ખાંડ નાખો અને સાથે મધ અને તેલ પણ મિક્સ કરી ફરી થોડીવાર ક્રશ કરી લો અને પેસ્ટ બનાવી લો. ટેસ્ટી અને સુગંધીદાર પીનટ બટરને એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રિજમાં રાખવું જેથી એક મહિના સુધી નહીં બગડે.

X
recipe: try to make delicious and healthy Peanut Butter in just 2 minutes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી