તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાણાજીરું બનાવવાની રીત, Try Recipe Of Dhaniya Power At Home

ઘરે જ બનાવો સુગંધીદાર અને સ્વાદિષ્ટ ધાણાજીરું, હેલ્થ માટે પણ બેસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યુટિલિટિ ડેસ્ક: ધાણાજીરું જો ઘરે જ બનાવવામાં આવે તો, તેની સુગંધ અને સ્વાદ બહુ સરસ હોય છે. તમે જો ધાણાજીરુંનો ઉપયોગ બહુ ઓછો કરતા હોય તો નિરોગી રહેવા માટે તેનો ઉપયોગ વધારી દેવાની જરૂર છે. સૂકા ધાણા અને જીરુંને ક્રશ કરી બનાવવામાં આવતું ધાણાજીરું આપણી પાચનક્રિયા સુધારે છે.


સામગ્રી:


- ૨ કિલો સૂકી ધાણી
- ૪૦૦-૫૦૦ ગ્રામ જીરું
- ૫-૭ તજ પત્તા


રીત: 


સૌપ્રથમ ધાણા અને જીરું બંન્ને બરાબર સાફ કરી લો. ત્યારબાદ એક જાડી કડાઇને થોડી ગરમ કરવા મીકો. તેમાં જીરું અને ધાણીને સહેજ ગરમ કરો, હા તેને શેકી નહીં દેવાનું. ગરમ કરવાથી આખું વર્ષ દરમિયાન બગડશે નહીં અને સુગંધ પણ બહુ સરસ આવશે. હવે એક મોટા મિક્સર બાઉલમાં ધાણીની સાથે થોડું-થોડું જીરું ઉમેરતા જાઓ અને ક્રશ કરતા જાઓ. ત્યારબાદ સાફ કરેલી ઘઉંના લોટની ચારણીથી ચાળી લો. 


જે કકરો ભાગ ચારણીમાં વધે અને ફરીથી બાઉલમાં બીજા ધાણા અને જીરા સાથે ક્રશ કરો. વચ્ચે તજપત્તા પણ ઉમેરી દો. આ રીતે બનાવી દો ધાણાજીરું. 


ઘરે અનાજ દળવાની ઘંટી હોય તો તેમાં પણ તમે ધાણાજીરું બનાવી શકો છો. બધું જ ધાણાજીરું બની ગયા બાદ કાચની સાફ કરેલી બરણીમાં તેને ભરી લો, જેથી આખા વર્ષ દરમિયાન બગડશે નહીં. 

 

હવે રસોઇ હોય કે, ઠંડી-ઠંડી છાસ, સ્વાદમાં વધારો કરશે આ ધાણાજીરું.