તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘીના કીટાનો હલવો, Try Delicious And Very Tasty Recipe Of Halwa In 10 Minutes

ઘીના કીટામાંથી માત્ર 10 મિનિટમાં બની જશે ટેસ્ટી-ટેસ્ટી હલવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક: મોટાભાગના લોકોના ઘરે મલાઇમાંથી ઘી બનતું જ હોય છે. ઘી બની જાય એટલે ઘીને ગાળી મોટાભાગના લોકો કીટું ફેંકી દેતા હોય છે, પરંતુ આ કીટું ખાટ્ટું ન હોય તો તેમાંથી મસ્ત મજાનો હલવો બનાવી શકાય છે, જેની રેસિપિ જણાવી રહ્યા છીએ આજે અમે અહીં. 


સામગ્રી
- ઘીનું કીટું
- થોડું દૂધ
- જરૂર મુજબ ખાંડ
- કેસર
-ડ્રાયફ્રુટની કતરણ


રીત


સૌપ્રથમ ઘી ગાળી લીધા બાદ જે કીટું નીકળે તેને એક જાડા તળીયાવાળી કડાઇમાં લો. તેમાં અડધા થી એક કપ જેટલું દૂધ, જરૂર મુજબ ખાંડ અને કેસર નાખી ધીમા ગેસ પર હલાવતા રહો. થોડી જ વારમાં અંદરથી ઘી છૂટું પડવા લાગશે અને હલવો બની જશે. તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ડ્રાયફ્રુટ્સની કતરણથી સજાવો.

 

તૈયાર છે ઘીના કીટાનો હલવો.

 

ભજીયાં-પકોડા સાથે બનાવો તીખી અને ચટપટી લીલી ચટણી