સાબુદાણા ચીકણા થઈ જાય તો મજા મરી જાય ખીચડીની, આ રીતે પલાળવાથી થશે સોફ્ટ અને એકદમ છૂટ્ટા

divyabhaskar.com

Dec 01, 2018, 10:00 AM IST
જો બરાબર પલળે નહીં તો કડક રહી જાય
જો બરાબર પલળે નહીં તો કડક રહી જાય

રેસિપિ ડેસ્ક: સાબુદાણાનો ઉપયોગ મોટાભાગે ફરાળી વાનગીઓમાં થાય છે. સાબુદાણામાંથી આમ તો ઘણી વાનગીઓ બને છે અને ખૂબજ ટેસ્ટી પણ લાગે છે, પરંતુ સાબુદાણાની વાનગી બનાવવા કરતાં પણ વધુ મહત્વના છે તેને પલાળવા. જો બરાબર પલળે નહીં તો કડક રહી જાય અને ચીકણા થઈ જાય તો ખીચડી ખાવાની મજા જ મરી જાય. આજે અમે લાવ્યા છીએ સાબુદાણા પલાળવની રીત, જેનાથી તમારા સાબુદાણા બરાબર પલળશે અને છૂટ્ટા પણ રહેશે. જેથી દરેક વાનગી બનશે ખૂબજ ટેસ્ટી.

- સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નંખાઇ જાય તો, સાબુદાણાની બધી જ વાનગીઓ પણ ચીકણી બની જશે.

- સાબુદાણા સૂકા પડી જતા લાગે તો, એક મોટી ચમચી પાણી છાંટી સરખી રીતે મિક્સ કરી લો.

- જરૂર મુજબ વધારે પાણી પણ નાખી શકાય છે, પણ એકસાથે વધારે પાણી ન નાખવું.

- જો સાબુદાણા મોટા હોય તો તેને આખી રાત પલાળી રાખવા. બે કલાકમાં નહીં પલળે.

- એક કપ સાબુદાણા પલાળવા એક કપ પાણી લેવું, એટલે જેટલા સાબુદાણા હોય એટલું જ પાણી લેવું.

- ઝીણા સાબુદાણા હોય તો તેને પાણીમાં 30 મિનિટ પલાળવા. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી 2-3 કલાક રાખ્યા પછી ઉપયોગમાં લેવા.

X
જો બરાબર પલળે નહીં તો કડક રહી જાયજો બરાબર પલળે નહીં તો કડક રહી જાય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી