How to Peel Garlic quickly / માત્ર 2 મિનિટમાં ફોલી લો 1 કિલો લસણ, રીત છે એકદમ સરળ

લસણને ફોલીને સ્ટોર કરી લેવામાં આવે તો ઘણો સમય બચી શકે છે

divyabhaskar.com | Updated - Jan 05, 2019, 12:40 PM
એકસાથે વધારે લસણ ફોલવાનો ઘણીવાર કંટાળો આવતો હોય છે
એકસાથે વધારે લસણ ફોલવાનો ઘણીવાર કંટાળો આવતો હોય છે

રેસિપિ ડેસ્ક: મોટાભાગનાં ઘરમાં લસણ વગર તો રસોઇ જ શરૂ ન થાય. હા જોકે લસણ ફોલવામાં ઘણો સમય લાગતો હોય છે. લસણને ફોલીને સ્ટોર કરી લેવામાં આવે તો ઘણો સમય બચી શકે છે. હા જોકે એકસાથે વધારે લસણ ફોલવાનો પણ ઘણીવાર કંટાળો આવતો હોય છે. આજે અમે લાવ્યા છીએ એકસાથે 1 કિલો લસણ માત્ર 2 મિનિટમાં ફોલવાની એક સરળ રેસિપિ.

ફટાફટ લસણ ફોલવાની કિચન ટિપ્સ
સામગ્રી


સૂકું લસણ
એક કઢાઇ
બે ગ્લાસ પાણી


રીત


સૌપ્રથમ લસણના દળાને હાથથી જ દબાવીને બધી જ કળીઓ છૂટી પાડી દો. આ જ રીતે બધા જ લસણની કળીઓ છૂટી પાડી દો. ત્યારબાદ જે પણ ફોતરાં નીકળ્યાં હોય એમાંથી માત્ર લસણની કળીઓ અલગ લઈ લો.


ત્યારબાદ એક કઢાઇમાં પાણી લઈ થોડું ગરમ કરી લો. ત્યારબાદ આ પાણીમાં લસણની બધી જ કળીઓ નાખો અને એક મિનિટ માટે આમ જ પલળવા દો. ત્યારબાદ હાથથી જેમ-જેમ મસળશો તેમ-તેમ કળીઓ પરથી ફોતરાં ફટાફટ છૂટાં પડવા લાગશે.


ત્યારબાદ પાણીમાંથી કળીઓ બહાર કાઢી લો અને એક કૉટનના કપડા પર પાથરીને કોરી કરી દો અને ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

X
એકસાથે વધારે લસણ ફોલવાનો ઘણીવાર કંટાળો આવતો હોય છેએકસાથે વધારે લસણ ફોલવાનો ઘણીવાર કંટાળો આવતો હોય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App