તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડ્રાયફ્રુટ મિલ્ક પાવડર, Recipe Of Dry Fruit Milk Powder For Children

બાળકો માટે ઘરે જ બનાવો ડ્રાયફ્રુટ મિલ્ક પાવડર, ચાલશે આખુ વર્ષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

યુટિલિટિ ડેસ્ક: બાળકોને રાત્રે દૂધમાં ડ્રાયફ્રુટ પાવડર મિક્સ કરી આપવાથી તેમને ઊંઘ પણ સારી આવે છે અને તેમની યાદશક્તિ પણ વધે છે. બજારમાં બળતા પાવડર કરતાં આ ઘરે બનાવેલ ફાયદા અનેકઘણા વધુ ફાયદાકારક હોય છે, જે બાળકોના સર્વાંગી વિકાસમાં ફાયદાકારક રહે છે.


સામગ્રી:


૧૫૦ ગ્રામ બદામ
૧ જાયફળ
૧૦-૧૨ નંગ ઇલાયચી
૧ કપ દૂધ 


રીત:


સૌપ્રથમ બદામ, ઇલાયચી અને જાયફળ લો. આ સામગ્રીમાં તમે તમારી જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકો છો. આ પાવડરમાં કાજુ અને સુંઠનો પાવડર પણ ઉમેરી શકાય છે. ઉપરાંત તમને ભાવે તો તમે પિસ્તા સહિત અન્ય ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકો છો. 


સૌપ્રથમ જાયફળનો દસ્તાથી ભૂકો કરી લો. ત્યારબાદ ઇલાયચી ફોલીને તેનાં બીજ કાઢી લો. ત્યારબાદ મિક્સર બાઉલમાં ઇલાયચી, જાયફળ અને બદામ ઉપરાંત અન્ય ડ્રાયફ્રુટ્સ જો લીધાં હોય તો ઉમેરી બરાબર ક્રશ કરી લો. 


રાત્રે દૂધ પીતા હોઇએ ત્યારે ગરમ કે ઠંડા દૂધમાં એક ચમચી પાવડર નાખો. સરસ મિક્સ થઈ જશે. ગળ્યું દૂધ ભાવતું હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે. 


- આ પાવડરને બરણીમાં ભરી ફ્રિજમાં રાખવાથી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.