તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે જ બનાવો છાસનો ટેસ્ટી અને સુગંધીદાર છાસનો મસાલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

છાસનો મસાલો
સામગ્રી:


૨૦૦ ગ્રામ જીરું
૧૦૦ ગ્રામ સિંધાલૂણ
૧૦૦ ગ્રામ સંચળ
અડધો કપ ધાણાજીરું
દોઢ ટેબલસ્પૂન હિંગ
દોઢ ટેબલ સ્પૂન અજમો
એક ટેબલ સ્પૂન મરી


રીત:


સૌપ્રથમ મીડિયમ ફ્લેમ પર જીરુંને શેકી લો. જીરુંનો કલર થોડો ડાર્ક થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવું. જીરું 8-10 મિનિટમાં શેકાઇ જશે.  ત્યારબાદ તેને બાઉલમાં લઈ ઠંડુ પડવા દો.

હવે આ જ રીતે અજમાને પણ શેકી લો. શેકતી વખતે સ્ટવની ફેમ સ્લો રાખવી. અજમો ઝડપથી શેકાઇ જાય છે. અજમો થોડો કલર બદલે અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો.


શેકેલું જીરૂ અને અજમો ઠંડાં થઈ જાય એટલે મિક્સરમાં ક્રશા કરી ચાળી લો. તેમાં મરીનો પાવડર બનાવી મિક્સ કરી દો. હવે તેમાં હિંગ, સંચળ, સિંધાલૂણ પણ ચાળીને મિક્સ કરી લો. છેલ્લે તેમાં ધાણાજીરું મિક્સ કરી બરાબર હલાવી લો. તૈયાર છે સરસ મજાનો સુગંધીદાર છાસનો મસાલો.