જન્માષ્ટમીના ડિનર માટે બનાવો સાબુદાણાના ચિલ્લા, ઉપાવસમાં રહેશે બેસ્ટ

તૈયાર છે સાબુદાણાના ચિલ્લા, પીરસો ગ્રીન ચટણી સાથે
તૈયાર છે સાબુદાણાના ચિલ્લા, પીરસો ગ્રીન ચટણી સાથે

divyabhaskar.com

Sep 01, 2018, 04:12 PM IST

રેસિપિ ડેસ્ક: 3 સપ્ટેમ્બર, સોમવારના રોજ જન્માષ્ટમી છે. જન્માષ્ટમીનો આખા દિવસનો ઉપયોગ કરવામાં આવે છે. ડિનરમાં કઈંક નવું ફરાળી ટ્રાય કરવું હોય તો બનાવો સાબુદાણાના ચિલ્લા. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સાબુદાણાના ચિલ્લા
સામગ્રી


1 કપ સાબુદાણા
2 બાફેલાં બટાકાં
2-3 લીલાં મરચાં
2 ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1 ટી સ્પૂન જીરું
અડધો કપ શેકેલી મગફળી
4-5 ટી સ્પૂન દેશી ઘી
મીઠું સ્વાદનુસાર


રીત


સાબુદાણા ધોઈને એના પર થોડું પાણી છાંટી 1 કલાક માટે ઢાંકીને રાખો. શેકેલી મગફળીને વાટી લો. સાબુદાણાને એક બાઉલમાં લઈ અંદર બાફેલાં બટાકાં, લીલાં મરચાં, કોથમીર, જીરું, મીઠું અને વાટેલી મગફળી મિક્સ કરો.


હવે નોનસ્ટિક તવી ગરમ કરી તેના પર મોટા ચમચાથી આ મિશ્રણ ફેલાવો. નીચેથી શેકાઇ જાય એટલે ચારેય તરફ થોડું-થોડું ઘી નાખી તાવેથાથી પલટી દો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકવું. તૈયાર છે સાબુદાણાના ચિલ્લા, પીરસો ગ્રીન ચટણી સાથે.

ઉપવાસ અને શીતળા સાતમ બંને માટે બેસ્ટ છે સાબુદાણા ચેવડો, બનાવો ઘરે જ

X
તૈયાર છે સાબુદાણાના ચિલ્લા, પીરસો ગ્રીન ચટણી સાથેતૈયાર છે સાબુદાણાના ચિલ્લા, પીરસો ગ્રીન ચટણી સાથે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી