સાંજને બનાવો સ્વાદિષ્ટ પોટેટો બાસ્કેટ ચાટ સાથે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાટએ તો સહુ કોઈના ફેવરિટ. તેમાં પણ પોટેટો ચાટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. આથી જ આજ અમે ખાસ તમારા માટે પોટેટો બાસ્કેટ ચાટની રેસિપી લઈને આવ્યા છીએ.
સામગ્રી
પોટેટો બાસ્કેટ માટે
3 બટેટા છીણેલા
તેલ તળવા માટે
ચાળણી બટેટાને બાસ્કેટનો શેપ આપવા (મેટલની ચાની કે વેજિટેબલ્સ ધોવાની ચાળણી)
સ્ટફિંગ માટે
½ કપ બુંદી
½ કપ બાફેલા ચણા
½ કપ બાફેલા વટાણા
1 ટમેટુ સમારેલુ
1 બટેટુ બાફેલુ
¼ ચમચી સંચળ
4 ચમચી આમલીની ચટણી
2 ચમચી લીલી ચટણી
4 ચમચી દહીં
¼ ચમચી લાલ મરચું
2 લીલા મરચા
કોથમીર ગાર્નિશ માટે
સેવ/ આલુ ભુજિયા ગાર્નિશ માટે
રીત
બટેટાની છાલ ઉતારીને તેણે છીણી લો. આ છીણને પાણીમાં ધોઈ લો અને પછી નિતારી લો. છીણને કોટનના કપડાથી લુછીને કોરૂ કરી લો. પછી તેને મેટલની ચાળણીની અંદર તેના શેપ મુજબ છીણ ગોઠવી તેને ચાળણીનો આકાર આપો. આ ચાળણીને ગરમ તેલમાં ડુબાડીને બટેટાના છીણને તળી લો. તળતા હો ત્યારે નાની ચાળણી હોય તે ચમચીથી છીણને દબાવતા રહો અને મોટી ચાળણી હોય તો મોટા ચમચાથી દબાવીને પરફેક્ટ શેપ આપવાની ટ્રાય કરો. છીણ ક્રિસ્પી થઈ જાય એટલે તેને કાઢી લો.
એક વાસણમાં બટેટા, ચણા, વટાણા, ટમેટા, બુંદી, લીલુ મરચુ, લાલ મરચુ પાઉડર, સંચળ, મીઠુ અને 1 ચમચી આમલીની ચટણી અને 2 ચમચી દહીં મિક્સ કરી લો. આ સ્ટફિંગને બટેટાના છીણમાંથી બનેલા બાસ્કેટમાં ભરી દો. તેના પર આમલીની ચટણી, દહી અને લીલી ચટણી પાથરી દો. તેના પર કોથમીર અને સેવથી ગાર્નિશ કરીને સર્વ કરો.