તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારંવાર ના પોસાય બહારના પીઝા, ઘરે જ બનાવો 10 અવનવા ફ્લેવરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આજકાલ તો નાનાં હોય કે મોટાં, પીઝા તો લગભગ બધાને ભાવતા જ હોય છે. વારંવાર પીઝાની ડિમાન્ડ આવતી હોય છે, પરંતુ દર વખતે બહાર પીઝા ખાવા પોંસાય નહીં અને હેલ્થની પણ ચિંતા સતાવ્યા કરે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ 10 પ્રકારના અવનવા પીઝાની રેસિપિ, જેને ઘરે કરો ઘરે જ ટ્રાય, બધાં ચોક્કસથી ખાશે આંગળાં ચાટી-ચાટી.


નોંધી લો બ્રેડ મિની પીઝા, ચાઇનીઝ પીઝા, પીઝા સેન્ડવીચ, ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા, પીઝા બન, બ્રેડ પીઝા, બેસની ચીઝ પીઝા, મિની પીઝા, ભાખરી પીઝા અને ફરાળી પીઝાની સરળ અને ઝટપટ રેસિપિ.


બ્રેડ મિની પીઝા
* સામગ્રી:

 

- બ્રેડ 6 સ્લાઈસ,
- ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન,
- બ્રેડ ક્રમ્સ,
- 1 ટેબલ સ્પૂન,
- ચાટ મસાલો 1/2 ટી સ્પૂન,
- રવો 1 ટેબલ સ્પૂન,
- મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન,
- મોટી સરસો,
- મીઠો લીમડો,
- લીલા ધાણા,
- ચટણી,
- સોસ સજાવટ માટે.
- મીઠુ સ્વાદ મુજબ.
- શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).


* રીત:

 

બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પીઝા સર્વ કરો.


ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા પીઝાની રેસિપિ....