અમદાવાદમાં માણો ફ્રેન્ચ ડેઝર્ટની મજા, જાણો 'લા ડેઝર્ટ ફેસ્ટ' વિશે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્કઃ અમદાવાદ શહેરમાં સૌપ્રથમ વખત ડેઝર્ટ ફેસ્ટિવલનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં  ન્યૂટેલા બ્રાઉની, મિની કપ કેક્સ, કૂકીઝ અને કેક જેવા અલગ-અલગ 5 પ્રકારના  ફ્રેન્ચ ડેઝર્ટની મજા માણી શકો છો. 
 
હોમ બેકર અને ડેઝર્ટ પાર્લરના ઓનર સ્નેહા ગરાછે આગામી 13 ઓગસ્ટના રોજ la dessert Festની પ્રથમ એડિશનનું આયોજન કર્યુ છે. આ ફંક્શન દરમિયાન સેલિબ્રિટી શૅફ પ્રણવ જોશી અને અન્ય પ્રોફેશનલ બેકર બેકિંગ અને અન્ય અનુભવો પર માહિતી આપશે. જો તમને બેકિંગને લગતા કોઇ પણ પ્રશ્નો હોય તો આ ચર્ચામાં ભાગ લઇને માર્ગદર્શન લઇ શકો છો. આ ઉપરાંત ઇવેન્ટના અંતે તમને અલગ અલગ રેસિપિ પણ જાણવા મળશે. જેઓ કેક અને બેકિંગ આર્ટ શિખવા ઇચ્છે છે તેઓના માટે આ સારી તક છે. જો તમે પણ આ ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો જાણી લો, તેના સ્થળ અને સમય વિશે અને પહોંચી જાવ. આ ઉપરાંત ફેસબુક પર "La dessert fest' - Edition 1" પર તમે રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો.
 
સ્થળઃ cafe venture studio
તારીખ અને સમયઃ 13 ઓગસ્ટ, સાંજે 6.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધી 
અન્ય સમાચારો પણ છે...