Home » Recipes » International Recipes » Make This Tasty And Yammy Cake At Home For New Year Celebration

બનાવો પાંચ સ્પેશલ કેક, ન્યૂ યર સેલિબ્રેશન માટે છે ખાસ ઓપ્શન

Divyabhaskar.com | Updated - Dec 29, 2015, 12:00 PM

વિવિધ ટેસ્ટી યમ્મી કેક તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે

  • Make This Tasty And Yammy Cake At Home For New Year   Celebration
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
    ન્યૂ યરને માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમે તમારા સેલિબ્રેશનને ખાસ બનાવવાને માટેના અનેક પ્લાન કર્યા હશે. તમે સેલિબ્રેશન માટે જો કંઇક ખાસ સ્વીટ બનાવવા ઇચ્છો છો તો આ વિવિધ ટેસ્ટી યમ્મી કેક તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. તેનાથી તમે તમારી ન્યૂ યર પાર્ટીને યાદગાર બનાવી શકો છો. તો નોંધી લો રેસિપિ અને બનાવો તમારા રસોડામાં આ ખાસ કેક.

    પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
    સર્વિંગ : 8
    સામગ્રી
    -અઢીસો ગ્રામ મેંદો
    - એક ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
    - એકસો પચીસ ગ્રામ બટર
    - છ ચમચી ખાંડ
    - દસ સ્લાઇસ પાઇનેપલ
    - અડધો કપ ક્લ્બ સોડા
    - એક ચમચી બેકિંગ સોડા
    - એક ચપટી મીઠું
    - અડધી ચમચી યલો ફૂડ કલર
    - અડધી ચમચી પાઇનેપલ એસન્સ
    - છ નંગ ફ્રેશ ચેરી
    રીત

    એક પેનમાં ખાંડને કૈરેમલાઇજ્ડ કરો, જ્યારે ખાંડ મેલ્ટ થાય અને બ્રાઉન થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારો અને સાથે બેકિંગ ડિશમાં બરોબર સ્પ્રેડ કરો. તેની ઉપર પાઇનેપલ સ્લાઇસના લેઅર કરો. ત્યારબાદ ચેરી અને વોલનટનું લેયર કરો અને સાથે જ ફરી પાઇનેપલનું એક અન્ય લેઅર સેટ કરો. હવે એક બાઉલમાં મેંદો, મીઠું અને બેકિંગ સોડાને મિક્સ કરો. અન્ય બાઉલમાં પીગાળેલું બટર, એસન્સ, કલર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો અને સારી રીતે ફેંટી લો. પાઇનેપલના બચેલા ટુકડાને પણ નાના કરીને આ મિક્સમાં ઉમેરો, હલે તેમાં મેંદો મિક્સ કરો અને સાથે સોડા વોટર પણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઓવનને 170 સેન્ટીગ્રેડ પર પ્રૂહિટ કરો અને સાથે તેને બેકિંગ ડિશમાં પાઇનેપલ લેઅરની ઉપર ઓવનમાં 45 મિનિટ સુધી બેક કરો. બહાર કાઢીને 10 મિનિટ સુધી તેને ઠંડું થવા દો અને સાથે એક પ્લેટમાં કાઢો, તેને અપસાઇડ ડાઉન કાઢો અને તૈયાર થઇ જશે તમારી પાઇનેપલ સ્પેશલ કેક.
    (Courtesy : betterbutter.in)
    આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો ઓરેન્જ કેક બનાવવાની રીત
  • Make This Tasty And Yammy Cake At Home For New Year   Celebration
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓરેન્જ કેક
    ઓરેન્જ કેક
     
    સર્વિંગ : 4
     
    સામગ્રી
     
    - અઢીસો ગ્રામ લોટ
    - એકસો એંશી ગ્રામ ખાંડ
    - બે ચમચી બેકિંગ પાવડર
    - બસો વીસ ગ્રામ માખણ
    - એક ચમચી વેનિલા એસન્સ
    - પંચોતેર મીલિ ઓરેન્જ જ્યુસ
    - ચાર નંગ ઇંડા
     
    રીત
     
    એક બાઉલમાં ઇંડા અને વેનિલા એસન્સને મિક્સ કરો. તેમાં લોટ અને બેકિંગ પાવડર મિક્સ કરો. બેટરને ઓરેન્જ જ્યુસમાં મિક્સ કરીને બેકિંગ ડિશમાં ઉમેરો. 200 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ ઓવનમાં બેટરને અડધો કલાકને માટે રાખો. જ્યારે તે સારી રીતે બેક થઇ જાય ત્યારે તેને ટુકડામાં બહાર કાઢો.
     
    ટિપ્સ- જો તમે કેકમાં ઓરેન્જ ફ્લેવર વધારે ઇચ્છો છો તો તમે અડધી ચમચી પીસેલી ઓરેન્જના છોડાને પણ બેટરમાં મિક્સ કરી શકો છો.
     
    આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો રિચ પ્લમ કેક બનાવવાની રીત
  • Make This Tasty And Yammy Cake At Home For New Year   Celebration
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રિચ પ્લમ કેક
    રિચ પ્લમ કેક
     
    સર્વિંગ : 4
     
    સામગ્રી
     
    - સો ગ્રામ લોટ
    - સો ગ્રામ માખણ
    - સો ગ્રામ ખાંડ
    - ત્રણ નંગ ઇંડા
    - દસ ગ્રામ કૈરેમલ
    - એક ચમચી તજ
    - દસ ગ્રામ મિલ્ક પાવડર
    - પચાસ મિલી રમ
    - દસ ગ્રામ કોકો પાવડર
    -દસ ગ્રામ લિક્વિડ ગ્લૂકોઝ
    - બાર ગ્રામ જૈમ
    -વીસ મિલી રમ એસન્સ
    -20 મિલી પ્લમ એસન્સ
    -મીઠું સ્વાદ અનુસાર
     
    રીત
     
    સો પહેલાં એક તારની ચાસણી બનાવી લો અને સાથે તેને ઠંડી થવા માટે રાખી દો. તેમાં બચેલા કાજુના ટુકડા, બદામ, પ્લમ, કિશમિશ, તૂટીફૂટી અને ચેરીને મિક્સ કરો, બીજા દિવસે તેની પર ત્રીસ મિલી રમ છાંટો, પોતાના સ્વાદ અનુસાર તમે ખાંડ પણ ઉપયોગમાં લઇ શકો છો. હવે ફળને પાણીમાં પલાળીને રાખો અને એક અઢવાડિયું રહેવા દો. રોજ તેને ચમચીથી હલાવતા રહો. લોટને કોકો પાવડર અને મિલ્ક પાવડરભેળવીને ચારણીથી ચાળી લો, એક બાઉલમાં ખાંડની સાથે મિક્સ કરો, હવે તેને ઇંડાના બેટરમાં ખાંડ ભેળવીને ફેંટો. તેમાં લિક્વિડ ગ્લૂકોઝ, જૈમ, પ્લમ, રમ, એસન્સ, રમ, પલાળેલા ફળ, કૈરેમલ, તજ પાવડર અને મીઠું મિક્સ કરો, ચારણીથી ચાળેલો લોટ તેમાં મિક્સ કરો. તેને પહેલેથી ઘી કે બટર લગાવેલા મોલ્ડમાં ભરો અને 180 ડિગ્રી સેલ્સિયસ પર ચાલીસ મિનિટ સુધી રાખો. તૈયાર છે તમારી કેક.
     
    આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો એગલેસ ઝેબ્રા કેક બનાવવાની રીત
  • Make This Tasty And Yammy Cake At Home For New Year   Celebration
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એગલેસ ઝેબ્રા કેક
    એગલેસ ઝેબ્રા કેક
    સર્વિંગ : 8
    વેનિલા બેટરને માટે
    - દોઢ કપ મેંદો
    - એક કપ યોગર્ટ
    - પોણો કપ ખાંડ
    -અડધી ચમચી બેકિંગ સોડા
    - દોઢ ચમચી બેકિંગ પાવડર
    - અડધો કપ ઓઇલ
    - અડધી ચમચી વેનિલા એક્સ્ટ્રેટ
     
    ચોકલેટ બેટરને માટે
     
    - એક કપ મેંદો
    - અડધો કપ કોકો પાવડર
    - એક કપ યોગર્ટ
    - પોણો કપ ખાંડ
    - અડધી ચમચી બેકિંગ સોડા
    - સવા ચમચી બેકિંગ પાવડર
    - અડધો કપ તેલ
    - એક ચમચી વેનિલા એક્સટ્રેક્ટ
     
    રીત
     
    ઓવનને 200 સેલ્સિયસ પર દસ મિનિટ માટે પ્રીહિટ કરો, હવે રિંગ શેપના કેક મોલ્ડ પર થોડું ઘી કે બટર લગાવી લો. વેનિલા બેટર બનાવવાને માટે ખાંડ અને યોગર્ટને પાંચ મિનિટ સુધી ફેંટો. તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા મિક્સ કરો. તેને ત્રણ મિનિટ સુધી રાખો. તેમાં બબલ્સ દેખાશે. હવે વેનિલા એસન્સ અને તેલને મિક્સ કરો અને સાથે તેમાં મેંદો પણ મિક્સ કરો, તેમાં ગાંઠો ન બને તેનું ધ્યાન રાખો. આ જ રીતે અલગ બાઉલમાં ચોકલેટનું બેટર પણ તૈયાર કરો. તેમાં વેનિલાના બદલે ચોકલેટ ઉમેરો. હવે કેક રિંગ મોલ્ડમાં એક આઇસક્રીમ સ્કૂપથી બે વેનિલા મિક્સ નાંખો, ફરી એક સ્કૂપ ચોકલેટ મિક્સ નાંખો. આ રીતે બધું મિક્સ નાંખો. હવે તેને 200 સેલ્સિયસ પર દસ મિનિટ સુધી બેક કરો. પછી ટેમ્પ્રેચર ઓછું કરો અને સાથે તેને 180 સેલ્સિયસ પર રાખો અને પચાસ મિનિટ સુધી બેક કરો. ટૂથપિકથી તેને ચેક કરો. જો કેક તૈયાર છે તો તેને કાઢીને ત્રીસ મિનિટ ઠંડું થવા દો. બે કલાક બાદ તેની સ્લાઇસ કરો.
    આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો લેમિંગટંસ બનાવવાની રીત
  • Make This Tasty And Yammy Cake At Home For New Year   Celebration
    લેમિંગટંસ
    લેમિંગટંસ
     
    સર્વિંગ : 5
     
    સામગ્રી
     
    - બે કપ લોટ
    - ચાર ચમચી બેકિંગ પાવડર
    - પા ચમચી મીઠું
    - પોણો કપ ખાંડ
    - એક ચમચી વેનિલા એસન્સ
    - ત્રણ ઇંડા
    - એક કપ દૂધ
    - બે કપ આઇસિંગ શુગર
    - અડધો કપ કોકો પાવડર
    - એક કપ કોપરાનું બુરું
     
    રીત
     
    90 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓવનને પહેલેથી ગરમ કરો, એક સ્ક્વેયર કેક પેનમાં થોડું બટર લગાવો અને સાથે તેને એકબાજુ પર રાખો. એક મોટા બાઉલમાં લોટ, બેકિંગ પાવડર અને મીઠું મિક્સ કરો, હવે અન્ય બાઉલમાં સારી રીતે ફેંટેલું અડધો કપ બટર અને ખાંડને મિક્સરમાં મિક્સ કરો. મિક્સરને સતત ગ્રાઇન્ડ કરતી સમયે તેમાં એક એક ઇંડું પણ મિક્સ કરો. હવે તેમાં લોટનું મિશ્રણ અને અડધો કપ દૂધ ઉમેરો. બેટર તૈયાર છે અને સાથે કેક પેનમાં ચાલીસ મિનિટને માટે ઓવનમાં બેક કરો, જ્યારે તે સારી રીતે બેક થઇ જાય ત્યારે તેને ચોરસ ટુકડામાં કાપો અને આઇસિંગ શુગરથી ગાર્નિશ કરો. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending

વીડિયો વધુ જુઓ