Pineapple Upside Down Cake / ક્રિસમસ પર બનાવો પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક, બાળકો સાથે ફેમિલી પણ થઈ જશે ખુશ

બજારમાંથી કેક લાવવાથી જગ્યાએ આ વખતે બનાવો ઘરે જ

divyabhaskar.com | Updated - Dec 24, 2018, 01:30 PM
25 ડિસેમ્બરે ક્રિસમસ એટલે જે નાતાલ છે
25 ડિસેમ્બરે ક્રિસમસ એટલે જે નાતાલ છે

રેસિપિ ડેસ્ક: 25 ડિસેમ્બરે ક્રિસમસ એટલે જે નાતાલ છે. દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી થાય છે અને આની સાથે-સાથે જ ન્યૂયરની ઉજવણી પણ શરૂ થઈ જાય છે. આ નિમિત્તે અમે તમારા માટે લાવ્યા છીએ પાઇનેપલ અપસાઇડ ડાઉન કેકની રેસિપિ. ક્રિસમસ પર બનાવી ખુશ કરી દો ફ્રેન્ડ્સ અને ફેમિલીને.

પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક
સામગ્રી


અઢીસો ગ્રામ મેંદો
એક ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
એકસો પચીસ ગ્રામ બટર
છ ચમચી ખાંડ
દસ સ્લાઇસ પાઇનેપલ
અડધો કપ ક્લ્બ સોડા
એક ચમચી બેકિંગ સોડા
એક ચપટી મીઠું
અડધી ચમચી યલો ફૂડ કલર
અડધી ચમચી પાઇનેપલ એસન્સ
છ નંગ ફ્રેશ ચેરી


રીત


એક પેનમાં ખાંડને કૈરેમલાઇજ્ડ કરો, જ્યારે ખાંડ મેલ્ટ થાય અને બ્રાઉન થાય ત્યારે તેને ગેસ પરથી ઉતારો અને સાથે બેકિંગ ડિશમાં બરોબર સ્પ્રેડ કરો. તેની ઉપર પાઇનેપલ સ્લાઇસના લેયર કરો. ત્યારબાદ ચેરી અને વોલનટનું લેયર કરો અને સાથે જ ફરી પાઇનેપલનું એક અન્ય લેઅર સેટ કરો. હવે એક બાઉલમાં મેંદો, મીઠું અને બેકિંગ સોડાને મિક્સ કરો. અન્ય બાઉલમાં પીગાળેલું બટર, એસન્સ, કલર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરો અને સારી રીતે ફેંટી લો. પાઇનેપલના બચેલા ટુકડાને પણ નાના કરીને આ મિક્સમાં ઉમેરો, હલે તેમાં મેંદો મિક્સ કરો અને સાથે સોડા વોટર પણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઓવનને 170 સેન્ટીગ્રેડ પર પ્રૂહિટ કરો અને સાથે તેને બેકિંગ ડિશમાં પાઇનેપલ લેઅરની ઉપર ઓવનમાં 45 મિનિટ સુધી બેક કરો. બહાર કાઢીને 10 મિનિટ સુધી તેને ઠંડું થવા દો અને સાથે એક પ્લેટમાં કાઢો, તેને અપસાઇડ ડાઉન કાઢો અને તૈયાર થઇ જશે તમારી પાઇનેપલ સ્પેશિયલ કેક.

X
25 ડિસેમ્બરે ક્રિસમસ એટલે જે નાતાલ છે25 ડિસેમ્બરે ક્રિસમસ એટલે જે નાતાલ છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App