તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો માટે ઘરે જ બનાવો બર્ગર, નહીં જીદ કરે બહાર ખાવાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક: બાળકો પિઝા-બર્ગર બહુ ભાવતાં હોય છે. જોકે વારંવાર બહારના ફાસ્ટફૂડ બાળકોના હેલ્થ માટે સારા ન કહેવાય, ઉપરાંત વારંવાર પોસાય પણ નહીં. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ બર્ગર ઘરે બનાવવાની રેસિપિ. બનાવો ઘરે જ, બાળકો ચોક્કસથી ખાશે હોંશે-હોંશે.

 

બર્ગર
સામગ્રી


-કાકડી
-ટામેટા
-ડુંગળી(તેમાં મીઠું અને લીંબૂનો રસ નાખીને અલગ મૂકો)


કોલ સ્લેને માટે


-અડધો કપ માયોની
-બે ચમચી ઝીણુ સમારેલુ ગાજર
-કોબીજ ઝીણી સમારેલી
-ચીઝ સ્પ્રેડ
-ક્રીમ
-મીઠું
-કાળા મરી
-લીંબૂનો રસ


ટિક્કી માટે


- ત્રણ બાફેલા મસળેલા બટાકા
- એક ડુંગળી ઝીણી સમારેલી
- ત્રણ લીલાં મરચા કાપેલા
- ઝીણી સમારેલી શાકભાજીઓ
- બે ચમચી બાફેલી નૂડલ્સ
- પાંચ ચમચી બ્રેડનો ભૂકો
- મીઠું સ્વાદાનુસાર
- લાલ મરચું પાવડર
- ટોમેટો સોસ
- ચીલી સોસ


રીત


સૌથી પહેલા બર્ગર સ્લાઈસ કરો અને તેના પર માખણ નાંખીને તેને થોડું નરમ કરો. કોલ સ્લેના બધા મિશ્રણને જુદાજુદા મૂકો. ટિક્કી માટે બે ચમચી તેલ લો. તેને પેનમાં તપાવો. ઝીણી સમારેલી ડુંગળી અને બધું મિશ્રણ ભેળવો. ઠંડું કરો અને ટિક્કીને આકાર આપો. તવા પર સાધારણ તળો અને બાજુ પર મૂકો. બર્ગરના બેસ પર ટોમેટો સોસ કે મસ્ટર્ડ સોસ ફેલાવો. ચીઝ સ્લાઈસ કરો. તેના પર સલાડના પાન સજાવો. તેના પર ટિક્કી, કોલ સ્લે મૂકો. કાકડી, ટામેટા અને ડુંગળીને મૂકો, પછી બર્ગર મૂકો. ટૂથપિક મૂકો અને પોટેટો ચિપ્સ સાથે સર્વ કરો.

 

ડિનર કે નાનકડી ફેમિલી પાર્ટી માટે બનાવો ઢાબા સ્ટાઇલ બાફલા બાટી