ફ્રેન્ચ ફાઇઝ / માત્ર 20 જ મિનિટમાં ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇઝ

divyabhaskar.com | Updated - Jan 30, 2019, 05:47 PM
Try delicious and crispy French Fries recipe in 20 minutes

રેસિપી ડેસ્ક: ફ્રેન્ચ ફાઇઝ સૌ કોઈને ભાવતા હોય છે, પરંતુ બહાર જેવા ફ્રેન્ચ ફ્રાઇઝ ઘરે બનતા નથી અને રેસ્ટોરન્ટના બહુ મોંઘા પડે છે. તમે આ રીતથી માત્ર 20 મિનિટમાં ઘરે જ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી શકો છો.

ફ્રેન્ચ ફાઇઝ

સામગ્રી
ત્રણ ચાર મોટી સાઇઝનાં બટાકાં
ત્રણ ચાર કળી લસણ
તળવા માટે તેલ

રીત
ફ્રેન્ચ ફાઇઝ માટે નવાં બટાકાં લેવાં. બટાકાંને છોલી લો. ત્યારબાદ બરાબર ધોઇ લો. ત્યારબાદ બટાકાંને બરાબર લૂછીને ચપ્પાથી પાતળી-પાતળી ફ્રેન્ચ ફ્રાઇઝ કાપી લો. તમે તેને ફ્રેન્ચ ફ્રાઇઝ કટરમાં પણ કાપી શકો છો. ત્યારબાદ ત્રણ-ચાર વાર બરાબર ધોઇ લો, જેથી બધો જ સ્ટાર્ચ નીકળી જાય. ત્યારબાદ કિચન ટૉવેલ પર ફેલાવી દો અને ઉપર બીજા ટૉવેલથી બધું જ વધારાનું પાણી સૂકવી દો. ત્યારબાદ પાંચ મિનિટ માટે આમ જ રહેવા દો.

ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરો. તેલ મિડિયમ ગરમ થઈ જાય એટલે થોડી-થોડી ફ્રેન્ચ ફ્રાઇઝ નાખો. મિડિયમ આંચ પર પાંચ-છ મિનિટમાં આ ફ્રેન્ચ ફ્રાઇઝ તળાઇ જશે. બે-ત્રણ મિનિટ થઈ જાય એટલે ફ્લેવર માટે તેલમાં બે-ત્રણ લસણની કળીઓ નાખો. જેથી સરસ ફ્લેવર આવશે.

ત્યારબાદ ઉપર મીઠું અને કાળામરી ભભરાવી ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરો.

X
Try delicious and crispy French Fries recipe in 20 minutes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App