તમે ફ્લેટ ખરીદી શકો એટલી કીમતની તો લોકો ખાય છે ચોકલેટ, એવા જ 7 મોંઘા ફૂડ

ખાન-પાન પ્રત્યે લોકોની પસંદને જોતા હવે એડિબલ ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ ભોજન બનાવવામાં કરવામાં આવે છે.

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 07:20 PM
7 most expensive food around the world

યૂટિલિટી ડેસ્કઃ ફૂડ લવર્સ પોતાના ફેવરિટ ફૂડની કોઈ પણ કીમત આપવા માટે તૈયાર રહે છે. તેથી જ જુદા-જુદા દેશોની મોટી-મોટી રેસ્ટોરાં અને હોટલ્સમાં મોંઘા ભાવે ભોજન પીરસવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાઓ પણ તો આ કીમત એટલી વધારે હોય છે કે આપણાં દેશમાં એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવાર પોતાના માટે આલીશાન ફ્લેટ ખરીદી શકે. ખાન-પાન પ્રત્યે લોકોની પસંદને જોતા હવે એડિબલ ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ ભોજન બનાવવામાં કરવામાં આવે છે, જેની કીમત લાખોમાં હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એક્સપેન્સિવ ફૂડ્સ વિશે...

1. ફ્રોઝન હોટ ચોકલેટ આઇસક્રીમ

કીમતઃ 25,000 ડોલર (આશરે 17 લાખ રૂપિયા)

આ ડેઝર્ટ બનાવવામાં 14 સૌથી મોંઘા કોકોઆનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય 5 ગ્રામ એડિબલ 23 કેરેટ ગોલ્ડ અને સૌથી મોંઘા લા મેડેલિન યૂ ટ્રફલથી તેને બનાવવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

2. ચોકલેટ ઈસ્ટર બની

 

કીમતઃ 33,000 પાઉન્ડ (આશરે 33 લાખ રૂપિયા)

 

તેનું વજન 5 કિલો અને કેલેરીની માત્રા સાડા પાંચ હજાર હતી. ઈસ્ટર બનીની આંખોને બે ડાયમંડથી સજાવવામાં આવ્યું હતું. તેને ‘મોસ્ટ એક્સક્લૂસિવ ઈસ્ટર બની’ નામ આપવામાં આવ્યું હતું.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

3. પિઝા રૉયાલે

 

કીમતઃ 4,200 ડોલર (આશરે 2 લાખ 80 હજાર રૂપિયા)

 

તેને 24 કેરેટ ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે. પિઝામાં શેમ્પેન, ડોમ પેરિગ્રેન માછલીના ઈંડા, હરણનું મીટ, ઝીંગા, હેમ, સ્કોટિશ સૉસેઝ સ્મોક્ડથી બનાવવામાં આવ્યું છે. તેને પિઝા રૉયાલે 007 નામ આપવામાં આવ્યું છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

4. ગ્લેમબર્ગર

 

કીમતઃ 1,500 પાઉન્ડ (1.48 લાખ રૂપિયા)

 

આ બર્ગરને બનાવવામાં ગોલ્ડ લીફ (સોનાના પાન)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમાં બીફ, બ્લેક ટ્રફલ બ્રાઈ, હિમાયલન મીઠું, લોબ્સ્ટર, કેસર અને બેલુગા રેવિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

5. ગોલ્ડ બાગેલ

 

કીમતઃ 1,000 ડોલર (આશરે 66,000 રૂપિયા)

 

તેને બનાવવામાં ગોલ્ડ અને ટ્રફલ ક્રીમ ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કીમત વધારવા માટે કસ્ટમરની પસંદ મુજબ જાત-જાતની જેવી નાખવામાં આવે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

6. 24 કેરેટ ઢોસા

 

કીમતઃ 500 ડોલર (આશરે 33,000 રૂપિયા)

 

આ ઢોસા બેંગલુરૂના રાજભોગ રેસ્ટોરાંમાં બનાવવામાં આવે છે. તેને લિથિયમ 24 કેરેટ ગોલ્ડ ફોઇલથી સજાવવામાં આવે છે. આ ઢોસાને બનાવવામાં આયુર્વેદિક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ કેટલાક અન્ય ફૂડ વિશે...

7 most expensive food around the world

7. ગ્રાન્ડ કૂવી

 

કીમતઃ 31.99 ડોલર (આશરે 2,000 રૂપિયા)

 

કેલિફોર્નિયામાં બનતી ગ્રાન્ડ કૂવી વાઇનને 24 કેરેટ ગોલ્ડ ફ્લેક્સથી બનાવવામાં આવે છે.

X
7 most expensive food around the world
7 most expensive food around the world
7 most expensive food around the world
7 most expensive food around the world
7 most expensive food around the world
7 most expensive food around the world
7 most expensive food around the world
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App