ગાર્લિક બ્રેડ / રેસિપી: ઓવન વગર ઘરે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ગાર્લિક બ્રેડ

Recipe: Try delicious and yummy Garlic bread recipe without Oven

divyabhaskar.com

Feb 10, 2019, 05:54 PM IST

રેસિપી ડેસ્ક: મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે, ગાર્લિક બ્રેડ ઓવનમાં જ બનાવી શકાય, પરંતુ આ રેસિપીથી ઓવન વગર પણ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ગાર્લિક બ્રેડ ઘરે બનાવી શકો છો.

ગાર્લિક બ્રેડ


સામગ્રી
4-5 બર્ગર બન્સ
દોઢ ટેબલસ્પૂન લસણની પેસ્ટ
100 ગ્રામ બટર
અડધી ટેબલસ્પૂન સમારેલી કોથમીર
સ્વાદ અનુસાર મીઠું
એક પેકેટ મિક્સ ઓરેગાનો હર્બ્સ

રીત
સૌપ્રથમ લસણની કળીઓને આદુ છીણવાની છીણીથી છીણી લો. ત્યારબાદ કોથમીરને એકદમ ઝીણી સમારી લો. એક મોટા મિક્સિંગ બાઉલમાં બટર, લસણની પેસ્ટ, કોથમીર, મીઠું અને મિક્સ ઓરેગાનો હર્બ્સ નાખી બધું જ બરાબર મિક્સ કરી એકદમ સોફ્ટ પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ બર્ગર બન્સ લો અને સ્લાઇસ કાપી લો. એક-એક ઈંચની સ્લાઇસ કરવી. ત્યારબાદ બધી જ સ્લાઇસને કપડાથી ઢાંકી રાખવી. એક-એક સ્લાઇસ લો અને એકબાજુ બરાબર બટર લગાવો અને બીજી બાજુ પણ થોડુ બટર લગાવી લો.

ત્યારબાદ મિડિયમ ફ્લેમ પર તવાને ગરમ કરી લો. ત્યારબાદ વધારે બટર વાળો ભાગ ઉપરની તરફ રહે એ રીતે તવામાં સમાય એટલી સ્લાઇસ ગોઠવો અને ઢાંકીને એકાદ મિનિટ શેકાવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને બીજી બાજુ પણ થોડુ શેકી લો અને પ્લેટમાં કાઢી લો. ટેસ્ટી ગાર્લિક બ્રેડને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

X
Recipe: Try delicious and yummy Garlic bread recipe without Oven
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી