Home » Recipes » International Recipes » Healthy and colorful salad recipe

ઘરે જ બનાવો આ હેલ્ધી અને કલરફુલ સલાડ, વખાણ કરતા નહીં થાકે બધા

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 05:41 PM

સલાડમાં કેલેરી બહુ ઓછી હોય છે જેને ખાવાથી આપણને પૌષ્ટિક તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે.

  • Healthy and colorful salad recipe
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્વીટ કોર્ન પનીર સ્પાઈસી સલાડ

    યૂટિલિટી ડેસ્કઃ આજકાલ લોકો ભોજન ઓછું અને સલાડ ખાવાનું વધુ પસંદ કરે છે. સલાડમાં કેલેરી બહુ ઓછી હોય છે જેને ખાવાથી આપણને પૌષ્ટિક તત્વો પણ સારા પ્રમાણમાં મળે છે. એવા ઘણાં લોકો જોવા મળે છે જેઓ ડાયટિંગ કરતી વખતે સાદું સલાડ ખાય છે. અને પછી ટેસ્ટ ન આવવાના કારણે પોતાનું ડાયટ છોડી દે છે. આથી આજે અમે તમને બનાવતા શીખવીશું 5 જાતના ઈન્ટરનેશનલ અને નેશનલ ટેસ્ટી સલાડ. જે તમે તમારા રોજના ભોજનમાં ઉમેરી શકો છો. આ સલાડમાં પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ વિશેષ હોય છે. તો થઈ જાવ તૈયાર સરસ મજાના કલરફૂલ સલાડ બનાવવા માટે. જાણો 5 જાતના અવનવા સલાડ વિશે...

    સ્વીટ કોર્ન પનીર સ્પાઈસી સલાડ

    સામગ્રી

    1 કપ મકાઈના દાણા બાફેલા

    1/4 કપ પનીર સમારેલું
    1 ટીસ્પૂન મરી પાઉડર

    1 ટીસ્પૂન લીંબુનો રસ
    1 ટીસ્પૂન તેલ
    મીઠું સ્વાદાનુસાર

    રીત

    એક બાઉલમાં તેલ, લીંબુનો રસ, મીઠું અને મરી પાઉડર બરાબર મિક્સ કરો. હવે તેમાં મકાઈના દાણા અને પનીર નાખીને બરાબર મિક્સ કરો. ઠંડુ કરીને તમારા મનપસંદ સૂપ કે ડિનર સાથે સર્વ કરો.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ઝડપથી બની જતી આ વાનગીઓને



  • Healthy and colorful salad recipe
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રશિયન સલાડ

    રશિયન સલાડ

    સામગ્રી

     

    200 ગ્રામ મિકસ શાક (ફલાવર, કોબીજ, ગાજર, બટાકા)
    50 ગ્રામ લાલ મરી
    20 કાજુ કે બદામ
    1/2 ટીસ્પૂન રાઇના કુરિયાં
    1/2 ટીસ્પૂન મરીનો પાઉડર
    1 ટેબલસ્પૂન ગોળની ચાસણી
    1 લીંબુ
     

    રીત


    બટાકા અને ફલાવરને બાફી લો અને પાનવાળા શાકને કાચા રહેવા દો. કાજુ કે બદામમાં એક ચમચો ગરમ પાણી ભેળવી સ્મૂધ પેસ્ટ બનાવો. તેમાં રાઇનાં કુરિયાં, ગોળની ચાસણી અને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતાં પહેલાં આ પેસ્ટ શાકમાં ભેળવી ચિલ્ડ જ સર્વ કરો.

  • Healthy and colorful salad recipe
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાઇનીઝ સલાડ

    ચાઇનીઝ સલાડ
     

    સામગ્રી
     

    2 કપ બાફેલા નૂડલ્સ

    1/4 કપ કોબીજ છીણેલી
    4 કળી લસણ ઝીણું સમારેલું

    2 છીણેલા ગાજર
    2 ટીસ્પૂન ખાટું દહીં
    2 કાંદા છીણેલા
    1/2 કેપ્સિકમ લાંબુ સમારેલું
    મીઠું સ્વાદાનુસાર
    1 લીલી ડુંગળી સમારેલી

     

    ડ્રેસિંગ માટે

    5થી 6 ટીસ્પૂન ટોમેટો કેચપ
    1/2 ટીસ્પૂન સોયા સોસ
    1 ટીસ્પૂન રેડ ચીલી સોસ
    1 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ
    1/2 ટીસ્પૂન વિનેગર

    રીત

     

    બાફેલા નૂડલ્સમાં શાક, સ્વાદ પ્રમાણે મીઠું અને દહીં નાખી મિક્સ કરો. હવે ડ્રેસિંગ માટેની બધી જ સામગ્રી મિક્સ કરો. બરોબર હલાવી લો. તૈયાર થયેલા ડ્રેસિંગને નૂડલ્સ અને શાકવાળા મિશ્રણમાં મિક્સ કરો. હવે એક સલાડ ડિશમાં સલાડ પાથરી ઉપરથી થોડું વધેલું ડ્રેસિંગ રેડી ઝીણી સમારેલી લીલી ડુંગળી અને લીલા લસણથી ગાર્નિશ કરી પીરસો.

  • Healthy and colorful salad recipe
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રૂટ સાલસા

    ફ્રૂટ સાલસા
     

    સામગ્રી
     

    1/4 કપ કીવી

    1/4 કપ સફરજન
    1/4 કપ અનાનાસ
    2 ટેબલસ્પૂન પલ્મ
    1 ટેબલસ્પૂન મસાલા
    મીઠું સ્વાદાનુસાર
    કોથમીર
     

    રીત


    બધી જ સામગ્રીને એક બાઉલમાં લઈને, બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને ફ્રીજમાં ઠંડુ થવા મૂકો. જ્યારે પણ ખાવું હોય ત્યારે ફ્રૂટ સાલસાને નાચોસ સાથે સર્વ કરો.

  • Healthy and colorful salad recipe
    દાડમ-ગાજરનું સલાડ

    દાડમ-ગાજરનું સલાડ

     

    સામગ્રી
     

    1 કપ ગાજર છીણેલું
    1/2 કપ દાડમના દાણા
    1/4 કપ ટામેટાં સમારેલા
    2 ટીસ્પૂન તેલ
    1 ટીસ્પૂન લીંબુનો રસ

    1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
    મીઠું સ્વાદાનુસાર
    કોથમીર
     

    રીત
     

    સૌપ્રથમ એક બાઉલમાં તેલ, લીંબુનો રસ, લાલ મરચું પાડવર અને મીઠું મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ગાજર, દાડમના દાણા અને ટામેટાં નાંખીને બરાબર મિક્સ કરો. છેલ્લે તેને કોથમીર નાખીને ગાર્નિશ કરીને ડિશમાં સર્વ કરો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

Trending

વીડિયો વધુ જુઓ