ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત અપાવશે આ 6 કુલ-કુલ ડ્રિંક્સ, નોંધી લો રેસિપિ

નોંધી લો ઉનાળામાં કુલ રાખતા ક્રેનબેરી પંચ, પિના કોલાડા, આમલા હની શોટ, કીવી કૂલર, ગ્રીન ટેમ્પટેશન અને વોટરમેલન શરબતની રીત

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:44 AM
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

યૂટિલિટી ડેસ્કઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળવું કોઈને ગમતી નથી. તેમજ વારંવાર ગળું પણ સુકાતું હોવાથી લોકો ઠંડાપીણા તરફ વધુ આકર્ષાતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એવા જ કેટલાંક ઠંડાપીણા લઈને આવ્યાં છીએ જે તમને આ ગરમીમાં રાહત આપશે, તો આજે જ ટ્રાય કરો આ વિવિધ ડ્રિંક્સ.

નોંધી લો ઉનાળામાં કુલ રાખતા ક્રેનબેરી પંચ, પિના કોલાડા, આમલા હની શોટ, કીવી કૂલર, ગ્રીન ટેમ્પટેશન અને વોટરમેલન શરબતની રેસિપિ.

ક્રેનબેરી પંચ

સામગ્રી

- 1/2 કપ ચા

- 5 ટીસ્પૂન લીંબુનો રસ

- 5 કપ ક્રેનબેરી જ્યૂસ

- 1 કપ ક્રસ્ડ બરફ

ગાર્નિશિંગ માટે

- 10થી 15 ફુદીનાના પાન

- 4થી 5 પેશી મોસંબી

રીત

એક બાઉલમાં ચા, લીંબુનો રસ અને ક્રેનબેરી જ્યૂસ નાખી મિક્સ કરો. સર્વિગ ગ્લાસમાં બરફ, ફુદીનો અને મોસંબીની પેશી નાખી તેમાં જ્યૂસ નાખી ઠંડું ઠંડું સર્વ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રિફ્રેસમેન્ટની રેસિપિ...

Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

પિના કોલાડા

સામગ્રી

- 2 ફ્રેશ નારિયેળ

- 3 ટેબલસ્પૂન બૂરું ખાંડ

- 850 ગ્રામ પાઇનેપલ જ્યૂસ

- 1 કપ કોકોનટ મિલ્ક

- 5 ટેબલસ્પૂન પાઇનેપલ સિરપ

- 1 ફેમિલી પેક અથવા 2 લિટર વેનિલા આઇસક્રીમ

ગ્રાનિશિંગ માટે

- 2 ચેરી

- 3 ટુકડા પાઇનેપલ

રીત

નારિયેળને છીણીને તેમાં 6 ટી કપ પાણી નાખી થોડી વાર પલાળી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો. ત્યારપછી તેમાં બૂરું ખાંડ નાખી ઠંડું થવા દો. હવે પાઇનેપલ જ્યૂસ, પાઇનેપલ સિરપ, વેનિલા આઇસક્રીમ અને કોકોનટ મિલ્ક નાખી બ્લેન્ડ કરી લો. જ્યૂસને ફ્રીઝમાં ઠંડું કરી ચેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. જો ફ્રેશ કોકોનટ ન મળે તો તેની જગ્યાએ તમે કોકોનટ ક્રીમ પણ વાપરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રિફ્રેસમેન્ટની રેસિપિ...

Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

આમલા હની શોટ

સામગ્રી

- 4 આખા આંબળા

- 1 ચમચી ક્રશ્ડ આંબળા

- 1/2 ચમચી બાદીયાનનો પાઉડર

- 1 ચમચી મધ

- 4 ચમચી ક્રશ્ડ બરફ

- બાદિયાનના ફૂલ ગાર્નીશિંગ માટે

રીત

એક બાઉલમાં આખા આંબળા, ક્રશ્ડ આંબળા, બાદીયાનનો પાઉડર અને સવા કપ પાણી નાખી મિક્સરમાં બ્લેન્ડ કરી લો. હવે તેને મિક્સિંગ ગ્લાસમાં ગળણીમાં ગાળીને તેમાં મધ નાખી સરખી રીતે મિક્સ કરી લો. સર્વિંગ ગ્લાસમાં ક્રશ્ડ બરફ નાખી તેમાં જ્યૂસ નાખો અને બાદિયાનના ફૂલથી ગાર્નિશ કરી ઠંડું ઠંડું સર્વ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રિફ્રેસમેન્ટની રેસિપિ...

Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

કીવી કૂલર

સામગ્રી

- 2 કપ ક્રશ્ડ આઇસ

- 4 ટેબલસ્પૂન શુગર સિરપ

- 8 ટેબલસ્પૂન ક્રશ્ડ કીવી

- 4 ટેબલસ્પૂન લીંબુનો રસ

- 2 બોટલ (ત્રણ સો મિલી.) સોડા

- 4 કીવી સ્લાઇસ

રીત

એક લાંબા ગ્લાસમાં અડધો કપ બરફ નાખો. પછી તેમાં એક ટીસ્પૂન સુગર સિરપ, બે ટેબલસ્પૂન ક્રશ્ડ કીવી અને એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. આવી જ રીતે ત્રણથી ચાર ગ્લાસ બનાવવા અને પછી દરેક ગ્લાસમાં અડધી બોટલ સોડા નાખી તેને કીવીની સ્લાઇસથી ગાર્નિશ કરી સર્વ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રિફ્રેસમેન્ટની રેસિપિ...

Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

ગ્રીન ટેમ્પટેશન

સામગ્રી

- 1 ટીસ્પૂન લીંબુનો રસ

- 1/2 બોટલ ચિલ્ડ સોફ્ટ ડ્રિંક્સ

- 1 ટેબલસ્પૂન શુગર સિરપ

- 2 ટીપાં પિપરમિંટ એસેન્સ

- થોડાં ટીપાં ગ્રીન કલર

રીત

એક લાંબા ગ્લાસમાં બધી જ સામગ્રી મિક્સ કરી લો. ત્યારબાદ તેને ફ્રિઝમાં ઠંડું કર્યા પછી એકદમ ચિલ્ડ સર્વ કરો. જો તમને પિપરમિંટ એસેન્સ ન મળે તો તમે કેવડા એસેન્સ પણ વાપરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય રિફ્રેસમેન્ટની રેસિપિ...

Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days

વોટરમેલન શરબત

સામગ્રી

- 3 કપ તરબૂચ

- 2 ટેબલસ્પૂન દૂધ પાઉડર

- 3 ટેબલસ્પૂન સુગર સિરપ

- 3 ટીસ્પૂન લીંબુનો રસ

- 1 કપ ક્રશ્ડ બરફ

ગાર્નિશિંગ માટે

- તરબૂચના પીસ

- ફુદીનાનાં પાન

રીત

બધી જ સામગ્રીને મિક્સ કરી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો. પછી તેને ગ્લાસમાં કાઢી ત્રણથી ચાર કલાક ફ્રિઝમાં ઠંડું થવા મૂકી દો. ત્યારબાદ તેને તરબૂચના પીસ અથવા ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી ચિલ્ડ સર્વ કરો.

X
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
Summer Drinks - Recipes for Cool Drinks for Hot Summer Days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App