તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે જ માણો ચાટના ચસકારા, મોમાંથી પાણી આવી જાય એવી ટેસ્ટી છે રેસિપિ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે નાના-મોટા બધાને ભાવતી, ચાટની 8 રેસિપિ લઈને આવ્યા છીએ. સાંભળતા જ મોંમાથી પાણી છુટી ગયું ને? ચાટ ભંડારમાં મળતી બધી જ વાનગીઓને આપણે ચટાકા લઈને ખાતા હોઈએ છીએ. દરેક વસ્તુ ચાખતા પણ હોઈએ છીએ. પરંતુ ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધિત સવાલો પણ આપણા મનમાં થતા હોય છે. જો કે આ બધી જ વાનગીઓને તમે ઘરે બનાવી તેની વધુ મજા તો માણી શકો છો સાથે-સાથે કોઈ પણ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત સવાલોની ચિંતા પણ નથી સતાવતી. તો ચાલો નોંધી લો આ ચટાકેદાર વાનગીઓની રેસિપિ...
 
દહીં પાપડી ચાટ
 
સામગ્રી
 
-24 પાપડી
-2 મધ્યમ બાફેલા બટાકા
-1/2 કપ પલાળેલ મગની દાળ
-1 1/2 કપ દહીં
-1 ચમચી જીરા પાઉડર
-1/2 ચમચી લાલ મરચું પાઉડર
-2 ચમચી દાડમના દાણા
-1 ચમચી ખાંડ
-1/4 કપ લાલ મરચું અને લસણની ચટણી
-1/4 કપ લીલી ચટણી
-1/4 કપ ગળી ચટણી
-1/2 ચમચી ચાટ મસાલો
-સેવ જરૂરિયાત મુજબ
 
રીત
 
દહીંને યોગ્ય રીતે ફેટી લો અને તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરી ફ્રિજમાં મૂકી દો. એક મોટી પ્લેટમાં પાપડી મૂકો અને દરેક સ્લાઈડ પર મસળેલા બટાકાનું મિશ્રણ મૂકો. હવે તેની પર બાફેલી મગની દાળ અને બધી ચટણી ફેલાવી લો. હવે તેની પર જીરું પાઉડર, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો. ફ્રિજમાં મુકેલ દહીં બહાર કાઢો. હવે ફરીથી ઉપર ગળી ચટણી, કોથમીર, સેવ અને દાડમના દાણા નાખી સર્વ કરો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય ચટાકેદાર વાનગીઓની રેસિપિ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો