તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાળ અને હેલ્થ માટે બેસ્ટ છે સોયાબીનની આ 7 રેસિપિ, આજે જ કરો ટ્રાય!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ જે લોકોને વાળ સંબંધિત સમસ્યા હોય તેને દવાની સાથે-સાથે સોયાબીન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. જો કે, સોયાબીન દરરોજ તો બાફીને કે શાક બનાવીને ખાવાનું ભાવે નહીં. તેથી આજે અમે સોયાબીનના કેટલાક સ્નેક્સની ટેસ્ટી રેસિપિ લઈને આવ્યા છીએ. જે તમારા વાળની સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. તો આજે જ નોંધી લો આ વાનગીઓ અને ટ્રાય કરો તમારા રસોડે.
સોયાબીન કટલેટ્સ
સામગ્રી
-એક કપ સોયા ચન્ક્સ
-પા કપ મગની દાળ
-બે ચમચી આદું-મરચાંની પેસ્ટ
-અડધી ચમચી ગરમ મસાલો
-અડધી ચમચી જીરુંનો મસાલો
-એક ચમચી લીંબુનો રસ
-પા કપ સમારેલી કોથમીર
-પા કપ સમારેલો પુદીનો
-મીઠું સ્વાદ મુજબ
-તેલ જરૂર પ્રમાણો
રીત
સોયા ચંક્સ 15 મિનિટ પાણીમાં પલાળી રાખો. પછી ગેસ પર બાફવા દો. ચંક્સ સોફ્ટ થઈ જાય એટલે પાણી નિતારી લો. મગદાળને 6-7 કલાક પળાલી રાખો. મિક્સર જારમાં બાફેલા સોયા ચંક્સ અને પલાળેલી મગદાળને મિક્સ કરીને ક્રશ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાંથી ટિક્કી બનાવી લો. આ ટિક્કીને એક તવી પર તેલ ગરમ કરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેલો ફ્રાય કરી લો. તૈયાર છે સોયાબીન ટિક્કી તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સોયાબીનની અન્ય વાનગીઓ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો