તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંજની ચા-કોફીની સાથે માણો આ 5 ચટપટા અને સ્વાદિષ્ટ સ્નેક્સની મજા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતી ઘરોમાં જેટલું મહત્વ બે ટાઈમના ભોજનનું છે તેના કરતા પણ વધારે નાસ્તાનું છે. સવાર-સાંજ નાસ્તામાં શું બનાવવુ? તમારા આ પ્રશ્નનો જવાબ અહીં મળશે. આજે અમે તમારા માટે 5 પ્રકારના નાસ્તાની રેસિપિ લાવ્યા છીએ. તો નોંધી લો રેસિપિ.
આલુ-પનીર પોપ્સ
સામગ્રી
-એક કપ પનીર
-એક બાફેલુ બટાટુ
-એક ડુંગળી સમારેલી
-એક લીલુ મરચું સમારેલુ
-અડધો ઈંચ આદુંના ટુકડાની છીણ
-એક ચમચી લાલ મરચું
-અડધી ચમચી ગરમ મસાલો
-બે ચમચા બ્રેડક્રમ્સ
-અડધી ચમચી આમચૂર
-ત્રણ ચમચા કોથમીર સમારેલી
-મીઠું સ્વાદ મુજબ
-તેલ તળવા માટે
રીત
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને સાંતળી લો. તે બ્રાઉન થાય એટલે તેમાં આદું અને લીલા મરચાં ઉમેરીને 1 મિનિટ સાંતળો. પછી તેમાં લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર અને મીઠું તેમજ બાફેલા બટાટાને છુંદીને મિક્સ કરી લો. ત્યારપછી તેમાં પનીરનો ભૂકો, કોથમીર અને બ્રેડ ક્રમ્સ મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના ગોળા બનાવી લો. આ ગોળાને તેલમાં તળી લો. તૈયાર છે આલુ-પનીર પોપ્સ તેને લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ ટેસ્ટી અન્ય સ્નેક્સની રેસિપિ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો