તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાય કરો આ 5 ઓઇલ ફ્રી ચટપટી વાનગીઓ, સ્વાદના રસિયાઓ માટે છે બેસ્ટ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે તમારી માટે હેલ્ધી ઓઈલ ફ્રી વાનગી લઈને આવ્યા છીએ. અત્યારની ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં મોટાભાગના લોકો હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે. જો કે સ્વાદ શોખીનો માટે જંકફૂડ જોઈને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તો ચાલો જાણીએ કેટલીક સ્વાદિષ્ટ પણ ઓઈલ ફ્રી રેસિપિ...
ઓઈલ ફ્રી ઢોસા
સામગ્રી
-1 કપ ચોખાનો લોટ
-1 કપ રવો
-3 ચમચી દહીં
-2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
-1/2 કપ ડુંગળીની છીણ
-3 નંગ ટામેટાંની પ્યોરી
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક મોટા મિક્સિંગ બાઉલમાં રવો, દહીં, મીઠું અને ચોખાના લોટને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોંસાની ખીરું તૈયાર કરો. હવે આ મિશ્રણને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને મૂકો. ત્યાર બાદ તેમાં ટામેટાંની પ્યોરી, મીઠું અને આધું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાંચેક મિનિટ માટે ફરીથી ઢાંકીને મૂકો. ત્યાર બાદ નોનસ્ટિક ઢોસાનો તવો ગરમ કરો. તેમાં એક ચમચી તેલ લગાવી લો. ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણમાંથી ઢોસા ઉતારો. આ ઢોસા એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને બીજી બાજુ ફેરવી દો. બીજી બાજુથી પણ ચઢી જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો. જો ઢોસા તવામાં ચોંટવા લાગે તો, તેમે તેમાં થોડું પાણી છાંટી શકો છો. આ રીતે જ બધા ઢોસા ઉતારો. આ ઢોસાને તમે ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક સ્વાદિષ્ટ પણ ઓઇલ ફ્રી રેસિપિ...