તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકની એક કઢી ખાઈને કંટાળ્યા હોવ તો, ડિનરમાં બનાવો 7માંથી કોઈ એક કઢી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ જ્યારે તમને સાંજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થતી હોય તો તમે શું કરો છો? મોટાભાગના લોકો તેનો જવાબ ખીચડી-કઢી જ આપતા હોય છે. તે બનાવવામાં પણ સરળ રહે છે અને સાથે તેનો યમ્મી સ્વાદ ઘરના દરેક સભ્યોને પસંદ આવે છે. આજે અમે તમારા માટે ગુજરાતી કઢીને બાદ કરીને અન્ય અલગ 7 પ્રકારની કઢીની રેસિપિ લાવ્યા છીએ, જે તમને એક નવો ટેસ્ટ આપશે. તો નોંધી લો રેસિપિ અને માણો આ વિવિધ કઢીનો સ્વાદ...
વેજિટેબલ કઢી
સામગ્રીઃ
- સો ગ્રામ ફ્લાવર
- સો ગ્રામ વટાણા
- બસો ગ્રામ બટાટા
- પચ્ચાસ ગ્રામ ગાજર
- પચ્ચાસ ગ્રામ ડુંગળી
- સો ગ્રામ ટામેટા
- પચ્ચાસ ગ્રામ ફણસી
- બે નંગ નાળિયેરનું દૂધ
- અડધી ટીસ્પૂન હળદર
- અડધી ટીસ્પૂન ઘાણાજીરું
- એક ટીસ્પૂન મરચું પાવડર
- બે ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
- પા ટીસ્પૂન ખસખસ
- ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદાનુસાર
રીતઃ
બધાં શાકને ધોઈને ઝીણા સમારી લો. ડુંગળી અને ટામેટાને અલગ રાખવા. ત્યાર બાદ તપેલીમાં ઘી ગરમ કરીને તેમાં ડુંગળી સાંતળવી. આછી ગુલાબી રંગની થાય એટલે પછી બટાટા, ફ્લાવર, વટાણા અને ગાજર સહિત તમામ શાક તેમાં નાખવા. ત્યાર બાદ બધાં જ શાકને બરાબર મિક્સ કરીને ઢાંકીને ચઢવા દેવા. ત્યાર બાદ શાક ચઢવા આવે એટલે તેમાં મીઠું, હળદર, મરચું, ધાણાજીરું અને ખસખસ નાખી બરાબર મિક્સ કરવું. લગભગ એકાદ મિનિટ બાદ તેમાં આદું-લસણની પેસ્ટ નાખી ફરીથી બરાબર હલાવી લેવું. ફરીથી મિશ્રણને એકાદ મિનિટ સુધી ચઢવા દેવું. ત્યાર બાદ તેમાં નાળિયેરનું દૂધ નાખીને ઉકળવા દેવી. છેલ્લે ગેસ બંધ કર્યા બાદ તેમાં ટામેટા નાખીને મિક્સ કરી લેવી. તૈયાર છે ગરમા-ગરમ વેજિટેબલ કઢી.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય અવનવી કઢીની રેસિપિ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો