તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકલા રહેતા પુરૂષો ચિંતા ન કરો, તમે પણ બનાવી શકશો આ 7 ઈઝી વાનગીઓ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ રસોડું હજુ પણ મહિલાઓના હાથમાં જ છે. રસોઈ પર મહિલાઓ ઈજારાશાહી ભોગવે છે. પરંતુ ક્યારેક મહિલા બહાર જાય કે બીમાર પડે કે પછી ઓફિસમાં બિઝી હોય ત્યારે પુરૂષોને તકલીફ ભોગવવી પડે છે. ભલે મોટી-મોટી હોટેલ્સમાં શેફ પુરૂષ હોય પરંતુ ઘરમાં તો મોટાભાગના પુરૂષોને ખીચડી બનાવવામાં પણ તકલીફ પડતી હોય છે. ત્યારે આજે અમે ખાસ પુરૂષો માટે કેટલીક ઈઝી રેસિપિ લઈને આવ્યા છીએ જે ઘરમાં એકલા હોય તો પણ સરળતાથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને જમી શકે છે. તો ચાલો જાણીએ તેની રેસિપિ...
પોટેટો રાયતા
સામગ્રી
-1 પાણી નિતારેલુ દહી
-2 બાફેલા અને સમારેલા બટેટા
-½ ચમચી જીરા પાઉડર
-¼ લાલ મરચું પાઉડર
-½ ચમચી ચાટ મસાલો
-1 ચમચો સમારેલી કોથમીર
-4થી 5 ફુદીનાના પાન
-મીઠું સ્વાદ મુજબ
રીત
એક બાઉલમાં દહીંને ચમચાથી સારી રીતે હલાવીને ફેંટી લો. તેમાં બાફીને સમારેલા બટેટા ઉમેરો. હવે તેમાં જીરા પાઉડર, લાલ મરચું, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો ઈચ્છો તો થોડુ સંચળ પણ ઉમેરી શકો છો. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં સમારેલી કોથમીર અને ફુદીનાના પાન મિક્સ કરી લો. તૈયાર છે પોટેટો રાયતા. તેને તમે ભાત, પરોઠા, રોટલી કે પુલાવ સાથે ખાઈ શકો છો. ઈચ્છો તો આ રાયતામાં થોડી નમકીન બુંદી પણ મિક્સ કરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય રેસિપિ જે પુરૂષો સરળતાથી બનાવી શકે છે...