તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંજી વડાથી ગટ્ટાના શાક સુધી આ 6 વાનગીઓ છે રાજસ્થાનની ઓળખ, કરો ટ્રાય!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે તમારા માટે રાજસ્થાનની ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી વાનગીઓની રેસિપિ લઈને આવ્યાં છીએ. આ વાનગીઓ તમને રાજસ્થાનની મહેક આપશે. તેમજ રોજિંદા ટેસ્ટના નવીનતા લાવવામાં પણ મદદ કરશે. તો બસ રાહ શેની જુઓ છો નોંધી લો વિવિધ ટેસ્ટની આ ખાસ રેસિપિ અને માણો તેનો ચટાકો.
 
કાંજી વડા
 
સામગ્રી
 
વડા માટે
- પોણો કપ મગની દાળ
- તળવા માટે તેલ
- પાંચ ગ્લાસ પાણી
- એક ચમચી મીઠું
 
કાંજી માટે
- અડધી ચમચી લાલ મરચું
- એક ચમચી રાઇ
- અડધી ચમચી મરી પાઉડર
- અડધી ચમચી હળદર
- મીઠું દોઢ ચમચી
- પા ચમચી હિંગ
- બે લિટર પાણી
 
રીત
 
વડા માટે સૌથી મગની દાળને ઘોઇ લો અને તેમાં પાણી મિક્સ કરીને પાંચ કલાક રહેવા દો. જ્યારે દાળ પલળી જાય ત્યારે તેને મિક્સરમાં ક્રશ કરો અને સાથે એક પરાતમાં સારી રીતે ફેંટી લો. આ દાળની પાણીમાં નાખીને જુઓ કે તે તરે છે કે નહીં. જો તે નીચે બેસી જતી હોય તો તેને વધારે ફેંટો, એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં એક ચમચી દાળનું મિશ્રણ નાખો અને સોનેરી થાય ત્યાં સુધી તેના વડા જેવું તળો. તેને તેલ ઝરવા રાખો. વડા બની જાય ત્યારે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ભેળવો. તેમાં વડાને છોડી દો. જ્યારે તે પાણીમાં સારી રીતે પલળે ત્યારે તેને કાઢો અને હાથથી દબાવીને તેનું પાણી પણ કાઢી લો. આમ કરવાથી વડાની તેલની ચિકાશ દૂર થશે.
 
હવે કાંજી બનાવવા માટે એક વાટકામાં હળદર, લાલ મરચું, રાઇ, હિંગ, મરી અને મીઠું મિક્સ કરો. તેમાં લગભગ અડધો કપ પાણી મિક્સ કરો અને મસાલાને સારી રીતે હલાવી લો. તેમાં બે લિટર પાણી ઉમેરો. પહેલેથી પાણીમાં પલાળીને રાખેલા તૈયાર વડાને આ મસાલાના પાણીમાં નાખો. તેને ઢાંકીને ગરમ જગ્યાએ રાખો. નરમ વડા પાણીમાં તરશે અને મસાલો નીચે રહેશે. આ માટે પાણીને વલોણીથી હલાવતા રહો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય ચટાકેદાર વાનગીઓની રેસિપિ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો