બ્રેકફાસ્ટમાં બનાવો 8 પ્રકારના હેલ્ધી અને ટેસ્ટી પરાઠા, સુધારી દેશે આખો દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: સવારના બ્રેકફાસ્ટમાં ગરમા-ગરમ ચા-કૉફી સાથે ટેસ્ટી અને હેલ્ધી ગરમાગરમ પરાઠા મળી જાય તો આખો દિવસ સુધરી જાય. ઘણીવાર બાળકો શાક ખાવામાં નખરાં કરતાં હોય છે, પરંતુ તેમના માટે વિવિધ સિઝનલ શાકના ટેસ્ટી-ટેસ્ટી પરાઠા બનાવી શકો છે. તેઓ ચોક્કસથી ખાશે હોશે-હોંશે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ 8 પ્રકારના હેલ્ધીઅને યમ્મી પરાઠાની રેસિપિ, જે તમારી સવારના સાથે-સાથે દિવસ પણ સુધારી દેશે.


નોંધી લો ગોભી પરાઠા, પાલક પરાઠા, આલુ પરાઠા, આલુ મટર પરાઠા, આલુ મેથી પરાઠા, મિક્સ વેજ પરાઠા, મેથી-મગ દાળના પરાઠા અને આલુ પ્યાઝ પરાઠાની સરળ અને ઝટપટ રેસિપિ... 


ગોભી પરાઠા
સામગ્રી


-એક કપ ફ્લાવર સમારેલી
-બે કપ ઘઉંનો લોટ
-એક મુઠી મેંદો
-બે ટીન હળદર
-એક ટીસ્પૂન અજમો
-બે ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-એક કપ તેલ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ


રીત


સૌપ્રથમ એક થાળીમાં ઘઉંનો લોટ ચાણી લો. ત્યાર બાદ તેમાં ફ્લાવર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મેંદો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ફ્લાવરમાંથી પાણી છુટશે, આથી જરૂર ના પડે ત્યાં સુધી પાણી વગર જ કણક બાંધવી. જો જરૂર લાગે તો પણ થોડુંક જ પાણી ઉમેરવું. હવે લોટમાં મીઠું, લાલ મરચું પાઉડર, અજમો અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. હવે થોડુંક જ પાણી ઉમેરીને લોટ બાંધી લો. પરાઠા માટેનો લોટ બંધાઇ જાય એટલે તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દો. હવે નોનસ્ટિક તવીને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકો. તૈયાર કરેલા પરાઠાના લોટમાંથી લુઆ લઈને અટામણમાં રગદોળીને પરાઠા વળી લો. તૈયાર કરેલા પરાઠાને તવી પર તેલ લગાવીને શેકો. બંને બાજુથી લાઈટ ગોલ્ડન રંગના થાય એ રીતે શેકો. તૈયાર છે સ્વાદિષ્ટ ગોબી પરાઠા. આ રીતે જ બીજા પરાઠા શેકો. ગરમા-ગરમ પરાઠાને અથાણા સાથે સર્વ કરો.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને માણો ગરમાગરમ પરાઠાનો સ્વાદ અને બનાવો બ્રેકફાસ્ટને ચટાકેદાર...

અન્ય સમાચારો પણ છે...