તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીમાં ટેસડો પાડી દેશે આ કોબી-ફ્લ્વાર, પનીર, બટાટા સહિત 7 પ્રકારનાં વડાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતીઓ તો ખાવા પીવાના એટલા શોખીન હોય છે કે, તીખુ અને ચટપટુ ખાવાની વાત આવે કે તેઓ તૈયાર જ હોય. ભજીયાં, ફાફડા, ખમણ વગેરેની રેસિપિ તો અમે તમે આપી દીધી અને તમે બનાવી પણ દીધાં હશે. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ 7 પ્રકારનાં અવનવાં ટેસ્ટી અને ગરમાગરમ વડાંની રેસિપિ. 

 


નોંધી લો બટાટા-સાબુદાણા વડા, કેળાના વડા, કોબી ફ્લાવરના વડા, દુધી અને દાળના વડા, દાળ-કેળા વડા, મોરૈયાના વડા અને પનીર વડાની રેસિપિ....


બટાટા-સાબુદાણા વડા
સામગ્રી

 

500 ગ્રામ બાફેલા બટાટા
125 ગ્રામ પલાળેલા સાબુદાણા
2 ચમચા સમારેલી કોથમીર
3 લીલા મરચા ઝીણા સમારેલા
½ લીંબુનો રસ
2 ટુકડા તજ
1 ચમચો નાળીયેરનું છીણ
1 ચમચી લવિંગનો ભુક્કો
મીઠુ સ્વાદ મુજબ

 

રીત

 

બાફેલા બટેટાનો છુંદો કરી લેવો. 2 કલાક પાણીમાં પલાળી રાખેલા સાબુદાણા ફુલી ગયા હશે તેને ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. બટેટાના માવામાં નિતારેલા સાબુદાણા, મીઠુ, લીલા મરચા, કોથમીર, કોપરાંનું ખમણ, લવિંગનો ભુક્કો અને તજનો ભુક્કો મિક્સ કરી લેવા. હથેળીમાં તેલ લગાવી આ મિશ્રણમાંથી ગોળા બનાવી લેવા. આ ગોળાને તેલમાં તળી લેવાના તૈયાર છે સાબુદાણા વડા. સાબુદાણા-વડાને ઈચ્છો તો તમે શેલો ફ્રાય પણ કરી શકો છો.

 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા વડાની રેસિપિ...