તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાવાપીવાના શોખીનોનાં જોતાં મન લલચાશે, બનાવો 7 પ્રકારના ટેસ્ટી-ટેસ્ટી સમોસા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: સમોસા નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જાય છે. ગુજરાતી લોકોના પ્રિય ફરસાણમાંનું એક છે સમોસા. બસ આવા જ સરસ મજાના ટેસ્ટી 7 પ્રકારના સમોસાની રેસિપી આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ. જેને જોતા જ ચોક્કસથી તમારા મોંમાંથી પણ પાણી છૂટી જશે અને ખાવાનું મન થઈ જશે. બસ તો રાહ શેની જુઓ છો, જોઈ લો આ રેસિપી અને નક્કી કરી લો આજે કયા સમોસા બનાવવા છે.


નોંધી લો પોટલી સમોસા, ચીઝ કોર્ન સમોસા, ચાઇનીઝ સમોસા, મકાઈના સમોસા, મગના સમોસા, નુડલ્સ સમોસા અને મકાઇ પનીરના સમોસાની સરળ અને ઝટપટ રેસિપિ...


પોટલી સમોસા-

સામગ્રી -

 

-લોટ બાંધવા માટે- 
-1 કપ મેંદો
-1/4 ચમચી મીઠું
-2થી 21/2 ચમચા તેલ કે ઘી

 

સ્ટફિંગ માટે -


-2 મધ્યમ આકારના બાફેલા બટાકા
-1/4 કપ વટાણાના દાણાં
-4 થી 5 નાના કાપેલા કાજુ
-1 ચમચો સૂકી કાળી દ્રાક્ષ
-1 બારીક કાપેલું લીલું મરચું
-1/4 નાની ચમચી મીઠું
-1/4 ચમચી મરચું પાવડર
-1/4 ચમચી કરતાં પણ ઓછો ગરમ મસાલો
-2 ચમચી બારીક કાપેલી કોથમીર

 

રીત-

 

મેંદામાં મીઠું અને તેલ નાંખી સારી રીતે મિક્સ કરો. પાણીની મદદથી સમગ્ર લોટના મિશ્રણને ભેગું કરી સખત લોટ બાંધી તૈયાર કરો. બાંધેલા લોટને લગભગ પાંચેક મિનિટ ચીકણો થાય ત્યાંસુધી ગુંથો. ગુંથેલા લોટને ઢાંકીને વીસ મિનિટ માટે રહેવા દો જેથી લોટ ફૂલીને સેટ થઇ જાય.જ્યાંસુધી લોટ સેટ થાય ત્યાં સુધી સમોસા માટે સ્ટફિંગ બનાવી તૈયાર કરી લો.

હવે કઢાઇ ગરમ કરો અને એકથી બે નાની ચમચી તેલ નાંખો. બટાકા છોલીને બારીક કાપી લો. કઢાઈમાં લીલા મરચાં, વટાણાના દાણાં નાંખી મેસ કરી મિક્સ કરો. મેસ્ડ બટાકા, પનીરના ટૂકડાં(પનીરનો ટેસ્ટ ઇચ્છતા હોવ તો), કાજુના ટૂકડાં અને કાળી દ્રાક્ષ, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો અને લીલી કોથમીર નાંખી આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ સુધી બરાબર મિક્સ કરતા રહો. સમોસા માટે સ્ટફિંગ તૈયાર છે.હવે ગુંથેલા લોટને ફરી એકવાર મસળી તેમાંથી નાના-નાના લુવા બનાવી તૈયાર કરો.

લુવાને કપડાથી ઢાંકીને રાખો જેથી તે સૂકાય નહીં. એક-એક કરીને લુવામાંથી પાતળી પૂરી વણતા જઓ. પૂરી વધુ પાતળી ન કરશો. વણેલી પૂરીને હથેળીમાં લો અને તેમાં એકથી દોઢ ચમચી સ્ટફિંગ પૂરીની વચ્ચે મૂકો અને ઉપરથી અડધી ઇંચ ખાલી રહે તે પ્રમાણે પૂરીની ખાલી રહેલી ગોળાઇમાં આંગળીથી પાણી લગાવો. પૂરીને બીજા હાથથી ઉપાડી સ્ટફિંગને પોટલીના આકારમાં બંધ કરી ચોંટાડી દો. ચોંટાડવા માટે બાંધેલા લોટમાંથી જ તૈયાર કરેલી લાંબી પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બધા સમોસા તૈયાર કરી દો.

હવે કઢાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરી મધ્યમ આંચે એકસાથે ત્રણથી ચાર સમોસા તળો. સમોસા સામાન્ય ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાંસુધી તળો અને એક પ્લેટમાં પેપર નેપકિન પાથરી તળેલા સમોસા તેમાં કાઢો જેથી તેમાંથી વધારાનું તેલ ચૂસાઇ જાય.ગરમાગરમ પોટલી સમોસા તૈયાર છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અવનવા પ્રકારના સમોસાની રેસિપિ...