મરચાંનો હલવો અને કોવાલમ મટર, ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે આ 6 ડિશેઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદઃ આજે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ કેટલીક અવનવી ટેસ્ટી વાનગીઓ, જે બનાવવામાં સરળ અને ચટપટી છે. અહીં આપેલી આ ચટાકેદાર વાનગીઓ કદાચ જ તમે ચાખી હશે. જો તમારા બાળકોને પાસ્તા ભાવતા હોય તો, તમે તેને પૌષ્ટિક બનાવવા માટે તેમાં દૂધ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. એવી જ રીતે મરચાંનો હલવો પણ કદાચ તમે એકવાર તો ચાખવા માંગશો. બાળકોને જો મેક્રોની બહુ ભાવતી હોય તો તમે મેક્રોની ચાટ આપી શકો છો. જો ઘરમાં કદાચ મેક્રોની વધી હોય તો પણ તમે આ પ્રયોગાત્મક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. બસ તો આવી જ સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપિ આજે જ નોંધીને તમારા રસોડે ટ્રાય કરો.
 

નોંધી લો મરચાંનો હલવો, કોવાલમ મટર, મેકરોની ચાટ, શાહી સમોસા, કોર્ન પુલાવ અને મેક્રોની ખીરની સરળ અને ઝટપટ રેસિપિ...

મરચાંનો હલવો
સામગ્રી

-2 ચમચી ઘી
-1 ચમચી નાળિયેરનું છીણ
-70 ગ્રામ કેપ્સિકમ
-2 ચમચી મોળો માવો
-2 ચમચી કાજુ, બદામ, ચારોળી
-1/2 ચમચી ઈલાયચી પાઉડર
-ખાંડ સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક સોસ પેનમાં બે ચમચી ઘી ગરમ કરો. ગરમ થાય એઠલે તેમાં નાળિયેરનું છીણ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. કેપ્સિકમ અધકચરા ચઢી જાય એટલે તેમાં મોળો માવો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. માવો સારી રીતે મિક્સ થઈ જાય અને કેપ્સિકમ ચઢે ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં કાજુ, બદામના ટુકડા, ચારોળી અને ખાંડ મિક્સ કરો. અને ત્યાં સુધી ચઢવા દો, જ્યાં સુધી ખાંડના લીધે વળેલું પાણી પૂરેપૂરું બળી ના જાય. પાણી બળીને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તમને લાગશે કે હલવો તૈયાર થઈ ગયો છે. તેને કાજુ, બદામ અને ચારોળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ટેસ્ટી રેસિપિ...
અન્ય સમાચારો પણ છે...