જન્માષ્ટમી પર કાનાને ધરાવો પંજરી અને પંચામૃત સહિત 5 વાનગીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: આવતીકાલે જન્માષ્ટમી નિમિત્તે કાનાને પ્રસાદ શું ધરાવવો તેની ઘરે-ઘરે તૈયારી શરૂ થઈ ગઈ છે. ક્યાંક લોકો પંજરી અને પંચામૃત ધરાવે તો ક્યાંખ લોકો ફરાળી મિઠાઇ લાલાને ધરાવે. આજેઅમે પણ તમારા માટે લાવ્યા છીએ 5 પ્રસાદની રેસિપિ. તમે પણ બનાવો ઘરે અને ધરાવો કાનાને.

નોંધી લો ધાણાની પંજરી, પંચામૃત, કોકોનટ માવા બરફી, સાબુદાણા લાડુ અને સાબુદાણા ખીરની સરળ અને ઝટપટ રેસિપિ...
 
ધાણાની પંજરી
સામગ્રી:
 
 ધાણા પાવડર - 1 કપ 
ખાંડ 1/2 કપ 
મખાણા - 1 કપ 
ઘી - 2 કપ   
નારિયળ 1/4 કપ 
ડ્રાયફ્રુટ્સ - 1/2 કપ 
લીલી ઈલાયચી - 4 
કિશમિશ - 2 ચમચી
 
રીત:
 
 એક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમા બધા માવા નાખી રોસ્ટ કરી બાજુ પર મુકો.  હવે ગેસ બંધ કરો. ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ મિક્સ કરો.  પંજરીને સારી રીતે ભેળવો. જો તમે આ રેસીપિમાં માવો મિક્સ કરવા માંગતા હોય તો પણ મિક્સ કરી શકો છો. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ અન્ય વાનગીઓની રેસિપિ...