તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રેકફાસ્ટમાં બનાવો આ 5 ચીઝી વાનગીઓ, જોતાં જ આવી જશે મોંમાં પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: ચીઝનું તો નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય. વધુમાં આજકાલ લોકોમાં વિટામિન B12ની ઉણપ ઊભી બહુ થાય છે. અને ચીન, પનીર જેવી બધી ડેરી પ્રોડક્સ આ ઉણપ ઘટાડવા માટે ખૂબજ મહત્વનાં છે. ચીઝની વાનગીઓ તો નાનાં હોય કે મોટાં, લગભગ બધાંને ભાવતી જ હોય છે. એટલે સવારના કે સાંજના નાસ્તામાં મોજ કરાવી દે તેવી ચીઝની 5 યમ્મી-યમ્મી વાનગીઓનું પેકેજ લાવ્યા છીએ અમે અહીં.


નોંધી લો પનીર એન્ડ ચીઝ સીગાર, ચીઝી પોટેટો બોલ્સ, ક્રીમ ચીઝ સેન્ડવિચ, કોર્ન ચીઝ બોલ્સ અને ચીઝ કોથમીર પરાઠાની સરળ અને ઝટપટ રેસિપિ....


પનીર એન્ડ ચીઝ સીગાર

સામગ્રી

 

-4 ચમચા પનીરનો ભુક્કો
-4 ચમચા પ્રોસેસ્ડ ચીઝનું છીણ
-4 સ્પ્રિંગ રોલ સીટ્સ
-2થી 3 લીલા મરચા સમારેલા
-1/2 ચમચી રેડ ચિલી ફ્લેક્સ
-મીઠું સ્વાદ મુજબ
-1 ચમચો સમારેલી કોથમીર
-2 ચમચા કોર્ન સ્ટાર્ચ
-1/2 કપ મેંદો
-તળવા માટે તેલ

 

રીત

 

એક બાઉલમાં પનીર, ચીઝનું છીણ, લીલા મરચાં, ચિલી ફ્લેક્સ, મીઠું, કોથમીર અને કોર્ન સ્ટાર્ચ સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી 4 લાંબા ગોળાકાર રોલ્સ બનાવી લો. એક બાઉલમાં મેંદા સાથે પાણી મિક્સ કરીને થીક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ રોલ્સ પર લગાવી દો. આ રોલ્સને સ્પ્રિંગ રોલ્સ સીટ્સમાં વીંટાળી દો તેની કિનારી થીક પેસ્ટથી સીલ કરી દો. હવે તેને તેલમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લો. તૈયાર છે પનીર ચીઝ સિગાર્સ

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવી જ કેટલીક અન્ય ચીઝી વાનગીઓ...