તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસો દા સાગ સહિત 11 વાનગીઓની ફુલ દિલ્હીની થાળી, માણો ડિનરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: પંજાબી ભોજનનું નામ સાંભળતા જ મોંમાંથી પાણી છૂટ જાય છે. આજે આવી જ સરસ મજાની ચટાકેદાર-મસાલેદાર 11 વાનગીની રેસિપી અમે તમારી માટે લઈને આવ્યા છીએ. આપણે હોટલમાં જમવા જઈએ છીએ અને ત્યારે આપણને પંજાબી ફૂડના નામે જે પીરસવામાં આવે છે, તે ખરેખર પારંપારિક પંજાબી વાનગીઓ નથી. આજે અમે તમારી માટે પારંપારિક અસ્સલ પંજાબી વાનગીઓની રેસિપી લઈને આવ્યા છીએ. એમાં પણ ખાસ કરીને દિલ્હીના ઝાયકા. દિલ્હીના ખુબ જ પ્રખ્યાત પીંડી છોલે અને કુલચા, પંજાબી પૌષ્ટિક દાળ બુખારા અને જીરા રાઈસ જેવી વાનગીઓની રેસિપી આજે અમે તમારી માટે લાવ્યા છીએ. બસ તો તમે પણ તમારા રસોડાને મહેંકાવી દો, પંજાબી વાનગીઓની સુગંધથી અને ઘરે જ સ્વાદ માણો દિલ્હીના ઝાયકાનો.


તો નોંધી લો મૂંગદાલ કા હલવા, આલુ ટિક્કી, લસ્સી, પીંડી છોલે, કુલચા, સરસો દા સાગ, વેજિટેબલ મખની, બટર નાન, દાલ બુખારા, જીરા રાઈસ અને પંજાબી કઢીની રેસિપિ.

 

સરસો દા સાગ-
 સામગ્રી-

 
-1 કિલોગ્રામ સરસો
-300 ગ્રામ પાલક
-150 ગ્રામ ચીલ
-150 ગ્રામ મેથી
-250 ગ્રામ ટામેટાં
-3 નંગ ડુંગળી(મોટી સાઈઝની)
-1/2 ટી સ્પૂન જીરૂં
-1 ટેબલ સ્પૂન માખણ
-આદું નાનો કટકો
-લસણ
-લીલા મરચાં
-ગરમ મસાલો
-તેલ જરૂરિયાત મુજબ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
સૌ પ્રથમ બધી ભાજીને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને કાપીને તેમાં સ્વાદાનુસાર મીઠું, લીલા મરચાં અને લસણ ઉમેરીને સારી રીતે ઉકાળી લો. હવે મિક્સરમાં ટામેટાની અને આદુની અલગ અલગ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ ડુંગળીને ઝીણી કતરી લો. ઉકાળેલી બધી ભાજીને પણ મિક્સરમાં એક વાટકી મકાઈનો લોટ નાંખીને ક્રશ કરી લો. હવે સૌ પ્રથમ થોડુક જરૂરિયતા મુજબ તેલ લઈને તેમાં જીરૂ નાંખીને વઘારી કરો. ત્યાર બાદ તેમાં આદુની પેસ્ટ નાંખીને તેને સાંતળી લો. હવે તેમાં ડુંગળી નાંખીને ગુલાબી રંગની થાય ત્યાર સુધી સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટાની પેસ્ટ નાંખીને સાંતળી લો. હવે સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું નાંખીને બધી જ ભાજી પણ ઉમેરી લો. તેમાંથી તેલ નીકળે ત્યાર સુધી તેને ઉકળવા દો અને ત્યાર બાદ તેને બંધ કરી દો. હવે તૈયાર છે ગરમા ગરમ સાગ. તેની ઉપર માખણ નાંખીને મકાઈના રોટલાની સાથે ગરમ ગરમ સર્વ કરો.


ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ દિલ્હીની ફેમસ વાનગીઓની રેસિપિ...