ઉપવાસમાં બનાવો કોફ્તા કરી-બાસુંદી સાથે 8 ફરાળી વાનગીઓની સ્પેશિયલ થાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
રેસિપિ ડેસ્ક, અમદાવાદ: જન્માષ્ટમીએ એટલે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ. આ દિવસે આપણા દેશમાં લોકો ઉપવાસ કરે છે. ભગવાનને પણ અવનવી ફરાળી વાનગીઓનો ભોગ ધરાવે છે અને પોતે પણ આરોગે છે. આજે અમે પણ તમારા માટે લાવ્યા છીએ જન્માષ્ટમી પર બનાવવા 8 ફરાળી વાનગીઓની સ્પેશિયલ થાળીની રેસિપિ.
 

નોંધી લો ફરાળી કોફતા કરી, રાજગરાની પુરી, ફરાળી સમોસા, ફરાળી પુલાવ, ફરાળી કઢી, ફરાળી મુઠીયા, સીંગદાણાનું શાક અને ફરાળી બાસુંદીની સરળ અને ઝટપટ રેસિપિ....
 
ફરાળી કોફતા કરી
સામગ્રી

કોફતા માટે

ચાર બાફીને છુંદો કરેલા બટેટા
બે-ત્રણ મરચા સમારેલા
એક ચમચી આદુનું છીણ
એક ચમચી જીરૂનો પાઉડર
પા ચમચી લીંબુનો રસ
બે ચમચા સમારેલી કોથમીર
અડધો કપ રાજગરાનો લોટ
તળવા માટે તેલ
 
ગ્રેવી માટે

બે-ત્રણ ટામેટા
એક ચમચો તેલ
લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
સિંધાલૂણ સ્વાદ મુજબ
એક કપ દહીં
મરીનો પાઉડર સ્વાદ મુજબ
બે ચમચી સમારેલા કાજુ
એક ચમચી મિલ્ક પાઉડર
 
રીત

કોફતા માટે  એક બાઉલમાં બટેટા, લીલા મરચા, આદુ, કોથમીર, જીરૂનો પાઉડ અને લીંબુનો રસ તેમજ મીઠુ મિક્સ કરી લો. તેમાંથી કોફતા બનાવી લો. કોફતાને રાજગરાના લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો.
 

ગ્રેવી માટે ટામેટાને સમારી તેમાં કાજુના ટુકડા, લાલ મરચુ પાઉડર, લીલા મરચા અને એક કપ દહી તેમજ મીઠુ મિક્સ કરીને બ્લેન્ડરમાં ક્રશ કરીને સ્મુધ પ્યુરી બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમા જીરૂ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરો. પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીને ઉકળવા દો. 10 મિનીટ પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી ફરી પાંચ મિનીટ ઉકળવા દો. તૈયાર છે કોફતા માટેની ગ્રેવી. જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે બાઉલમાં ગ્રેવી લઈને તેમાં કોફતા ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને અન્ય વાનગીઓની રેસિપિ...