Home » Recipes » Indian Recipes » Try yummy Indian Street Food Recipe of Ragda Patties in Christmas Vacation

બાળકો ક્રિસમસ વેકેશનમાં બહાર જમવા જવાની જીદ કરે તો ઘરે જ બનાવી ખવડાવો રગડા પેટીસ

Divyabhaskar.com | Updated - Dec 26, 2018, 12:33 PM

બાળકો ઘરે હોય એટલે રોજ અવનવી વાનગીઓની ડિમાન્ડ કરે

  • Try yummy Indian Street Food Recipe of Ragda Patties in Christmas Vacation
    ટામેટા, ડુંગળી, કોથમીર અને દાડમના દાણા વડે ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો

    રેસિપિ ડેસ્ક: બાળકોનું ક્રિસમસ વેકેશન શરૂ થઈ ગયું છે. બાળકો ઘરે હોય એટલે રોજ અવનવી વાનગીઓની ડિમાન્ડ કરે અથવા બહાર જમવા જવાની જીદ કરે. દર વખતે બહારનું જમાડવું પોસાય નહીં અને તેમના હેલ્થનો પણ પ્રશ્ન સતાવે. આજે અમે લાવ્યા છીએ બાળકોથી લઈને મોટાં બધાંને ભાવે તેવી વાનગી રગડા પેટીસની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


    રગડા પેટીસ
    સામગ્રી

    ૨૦૦ ગ્રામ કઠોળના લીલા વટાણા
    ૧ નંગ ડુંગળીની પેસ્ટ
    ૩ થી ૪ કળી લસણ ક્રશ કરેલું
    ૨ ટામેટાની પ્યુરી
    ૩ થી ૪ લીલા મરચા ક્રશ કરેલા
    ૧ નાનો ટુકડો આદું ક્રશ કરેલું
    ૨ ટી.સ્પૂન લાલ મરચું
    ૨ ટી.સ્પૂન ધાણાજીરું
    ૧ ૧/૨ ટી.સ્પૂન હળદર
    સ્વાદ પ્રમાણે મીઠું
    ૨ ટેબ.સ્પૂન ખાંડ
    ૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
    ૨ ટેબ.સ્પૂન તેલ
    ૧ ટી.સ્પૂન ગરમ મસાલો
    ૧ ટી.સ્પૂન જીરું


    પેટીસ માટે


    ૫ નંગ બાફેલા બટાકા
    સ્વાદઅનુસાર મીઠું
    ૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
    ૧ થી ૧ ૧/૨ ટેબ.સ્પૂન આરા લોટ (જરૂર પ્રમાણે)
    ૨ ટેબ.સ્પૂન ખાંડ
    ૧ ટી.સ્પૂન ગરમ મસાલો
    ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
    ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોબીજ
    ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીઈક્મ
    ૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ગાજર
    ૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
    ચપટી લીંબુ ના ફૂલ
    શેલો ફ્રાય કરવા માટે તેલ


    ગાર્નીશિંગ માટે


    સેવ ઝીણા સમારેલા ટામેટા
    દાડમ ના દાણા
    ઝીણી સમારેલી કોથમીર
    ખજુર આંબોળિયાની ચટણી

    રગડો બનાવવા માટેની રીત

    સૌ પ્રથમ ૪ થી ૫ કલાક પલાળીને રાખેલા વટાણાને બાફીને સાઈડ પર રાખો. બીજી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં આદું મરચાની પેસ્ટ નાખી પછી ટામેટાની પ્યુરી ઉમેરો. બરાબર ખદખદે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો અને ટોમેટો કેચપ ઉમેરો. ઉકળીને એકરસ થાય પછી બાફેલા વટાણા ઉમેરો. 3 થી 4 મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી દો.



    પેટીસ બનાવવા માટેની રીત


    બાફીને છીણેલા બટાકામાં મીઠું, લીલું મરચું, લીંબુના ફૂલ, ખાંડ, ગરમ મસાલો, ડુંગળી, કોથમીર અને જરૂર પ્રમાણે આરા લોટ ઉમેરી નાની નાની પેટીસ વાળી નોન સ્ટીક તવી પર બન્ને બાજુ બદામી રંગ ની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો. તૈયાર થયેલી ૨ પેટીસને સર્વિંગ ડીશમાં મૂકી તેની પર રગડો પથરો. તેના પર ખજુર, આંબોળિયાની ચટણી અને લીલી ચટણી રેડો. ત્યારબાદ તેની પર વલોવેલું દહીં રેડો, ઈચ્છા હોય તો લસણની ચટણી પણ રેડી શકાય. ત્યારબાદ તેની પર સેવ ભભરાવો.અને પછી ટામેટા, ડુંગળી, કોથમીર અને દાડમના દાણા વડે ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ