બટાકા-ટામેટાનું શાક બનાવો એક નવી જ રીતથી, નહીં થાકે બધાં વખાણ કરતાં

divyabhaskar.com

Dec 01, 2018, 10:00 AM IST
મોટાભાગના લોકોને બટાકાનું શાક તો ભાવતું જ હોય છે
મોટાભાગના લોકોને બટાકાનું શાક તો ભાવતું જ હોય છે

રેસિપિ ડેસ્ક: મોટાભાગના લોકોને બટાકાનું શાક તો ભાવતું જ હોય છે. મોટાભાગના લોકોના ઘરમાં બટાકાનું શાક બનતું પણ હોય છે. આમ તો બટાકાની સૂકી ભાજી કે બટાકાનું રસાવાળું શાક બનતું હોય છે, આજે અમે લાવ્યા છીએ એક નવી જ સ્ટાઇલમાં બટાકાનું શાક બનાવવાની રેસિપિ.


બટાકા-ટામેટાનું શાક
સામગ્રી

નાની સાઇઝનાં 500 ગ્રામ બટાકાં (બાફીને છોલી લેવાં)
એક મોટી સાઇઝની ડુંગળી, ઝીણી સમારેલી
5-7 લસણની કળી, ઝીણી સમારેલી
બે લીલાં મરચાં, સમારેલાં
એક મેશ કરેલું બાફેલું બટાકું
બે પાકાં ટામેટાં, ઝીણાં સમારેલાં
બે ચમચી ફેશ મલાઇ
બે ટેબલસ્પૂન તેલ


રીત


સૌપ્રથમ કૂકરને તેજ આંચ પર ગરમ કરો. ત્યારબાદ અંદર તેલ લો. તેલ ગરમ થઈ જાત એટાલે અંદર અડધી ચમચી જીરું નાખો, ચીરું સંતળાય એટલે અંદર બે ચપટી હિંગ નાખો. ત્યારબાદ અંદર લસણ નાખો. લસણ સંતળાઇ જાય એટલે અળ્દર લીલું મરચું નાખો અને થોડું સંતળો. ત્યારબાદ અંદર ડુંગળી નાખો અને બધું જ બરાબર સાંતળો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ અને ટામેટાં નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ અંદર અડધી ચમચી હળાદર, એક ચમચી ધણાજીરું, પા ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું નાખો અને બરાબર મિક્સ કરો. હલાવતા જાઓ અને ચઢવતા જાઓ. અંદર બે ચમચી પાણી નાખો, જેથી મસાલા દાઝી ન જાય. મસાલા ચઢી જાય એટલે અંદર મલૈ નાખો. મલાઇથી શાકનો એક અલગ જ ટેસ્ટ આવશે. ત્યારબાદ 3-4 મિનિટ ચઢવવું.


યુઆરબાદ અંદર મેશ કરેલું બટાકું નાખો અને બરાબર મિક્સ કરી લો. જેનાથી ગ્રેવી ટેસ્ટી લાગશે. એક-બે નિમિટ ચઢવી અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો અને બરાબર મિક્સ કરી દો. તેલ છૂટુ પડવ લાગે એટલે અંદર બટાકાં નાખો અને મસાલા સાથે બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ અંદર એક ગ્લાસ પાણી એડ કરો અને ઢાંકીને બે સીટી વાગે ત્યાં સુધી ચઢવો. પ્રેશર નીકળી જાય એટલે કૂકર ખોલી સર્વ કરો ગરમાગરમ રોટલી કે પરાઠ સાથે.

ફટાફટ બનાવો લસણ અને લીલાં મરચાંનું એવું અથાણું કે, નહીં ખાધું હોય આજ પહેલાં

X
મોટાભાગના લોકોને બટાકાનું શાક તો ભાવતું જ હોય છેમોટાભાગના લોકોને બટાકાનું શાક તો ભાવતું જ હોય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી