શિયાળામાં ચોક્કસથી બનાવો વર્ષોથી પંજાબનાં ગામડાંની સ્ટાઇલમાં સરસો કા સાગ

divyabhaskar.com

Dec 01, 2018, 10:00 AM IST
વર્ષોથી આ જ સ્ટાઇલમાં સરસો કા સાગ બનાવવામાં આવે છે પંજાબનાં ગામડાંઓમાં
વર્ષોથી આ જ સ્ટાઇલમાં સરસો કા સાગ બનાવવામાં આવે છે પંજાબનાં ગામડાંઓમાં

રેસિપિ ડેસ્ક: સરસો વર્ષોથી પંજાબનું એક જાણીતું વ્યંજન રહ્યું છે. શિયાળામાં તો સરસોનું સાગ ખાવાની મજા જ અલગ છે. સરસો કા સાગ સાથે ગરમા ગરમ મકાઇ રોટી મળી જાય તો બીજા બધા જ સ્વાદ ભૂલાઇ જાય. આજે અમે લાવ્યા છીએ સરસો કા સાગ ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલમાં બનાવવાની ખાસ રેસિપિ. વર્ષોથી આ જ સ્ટાઇલમાં સરસો કા સાગ બનાવવામાં આવે છે પંજાબનાં ગામડાંઓમાં.

સરસો કા સાગ
સામગ્રી


સરસોની એક ઝૂડી
એક ઝૂડી પાલક
લસણ
આદુ
લીલાં મરચાં
એક ડુંગળી
સ્વાદ અનુસાર મીઠું
એક ટેબલસ્પૂન મકાઇનો લોટ
બે-ત્રણ ટેબલસ્પૂન દેશી ઘી


રીત


સરસોને સૌ પ્રથમ બે-ત્રણ વાર ધોઇને સાફ કરો. ત્યારબાદ ફૂલ અલગ કાઢીને ફેંકી દો. ત્યારબાદ સરસોની પત્તીઓ અને ડાળખીઓને ઝીણી સમારી લો. ત્યારબાદ પાલકને પણ બરાબર સાફ કરી ઝીણી ધોઇ લો. ત્યારબાદ સરસો અને પાલકને મિક્સ કરી દો.


હવે ધીમી આંચ પર એક મોટી તપેલી ચઢાવો અને અંદર ત્રણ ગ્લાસ પાણી લો. પાણીમાં સરસો અને પાલક લો અને ધીમી આંચે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. લગભગ અડધો કલાક ચઢ્યા બાદ ભાજી સંકોચાઇ જશે અને કલર ડાર્ક ગ્રીન થઈ જશે.


ત્યારબાદ જરૂર મુજબ આદુ, લીલાં મરચાં અને આદુને દસ્તાથી બરાબર વાટી દો. ત્યારબાદ તેને પણ ભાજીમાં નાખો અને પાઉભાજી મેશરથી ધીરે-ધીરે દબાવતા જાઓ અને હલાવતા જાઓ.


ત્યારબાદ ઉપર એક ડુંગળી ઝીણી સમારીને નાખો અને સાથે નાખો સ્વાદ અનુસાર મીઠું. હવે ધીરે-ધીરે ચઢવા દો. ડુંગળી, આદુ બધું જ એકરસ થઈ જશે. ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય એટલે અંદર એક ટેબલસ્પૂન મકાઇનો લોટ અને બે-ત્રણ ટેબલસ્પૂન દેશી ઘી નાખો અને મેશ કરતા જાઓ, હલાવતા જાઓ અને ચઢવો. ડુંગળી પણ સાગમાં એકરસ થઈ જાય અને સાગ ચઢી જાય એટલે ઉપર એક ચમચી સફેદ માખણ મૂકી મકાઇની રોટી સાથે ગરમાગરમ સર્વ કરો.

ફટાફટ બનાવો લસણ અને લીલાં મરચાંનું એવું અથાણું કે, નહીં ખાધું હોય આજ પહેલાં

X
વર્ષોથી આ જ સ્ટાઇલમાં સરસો કા સાગ બનાવવામાં આવે છે પંજાબનાં ગામડાંઓમાંવર્ષોથી આ જ સ્ટાઇલમાં સરસો કા સાગ બનાવવામાં આવે છે પંજાબનાં ગામડાંઓમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી