• Gujarati News
  • National
  • હલવાસનની રેસિપિ, Try Traditional Recipe Of Halwasan Of Khambhat

ઘરે જ બનાવો ખંભાતનું પ્રખ્યાત હલવાસન, જોતાં જ આવશે મોંમાં પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

ખંભાતનું પ્રખ્યાત હલવાસન
સામગ્રી:


પા કપ ઘઉંના ફાડા
પા કપ ગુંદર
પા કપ ઘી
એક લિટર ફેટવાળું દૂધ
2/3 કપ ખાંડ
બે ચમચી ખસખસ
8-9 કાજુ
અડધી નાની ચમચી એલચી પાવડર
પા નાની ચમચી જાયફળનો પાવડર
ચારોળી
બદામની કતરણ


રીત: 

 

સૌપ્રથમ ઘઉંના ફાડા મોટા હોય તો તેને મિક્સરમાં પીસી લો. હવે એક નોનસ્ટિક કડાઇમાં ઘી લઈ તેમાં ફાડા શેકી લો. 2-3 મિનિટ પછી ફાડા શેકાઇ જાય એટલે તેમાં ગુંદર ઉમેરી હલાવતા રહેવું જેથી બધો ગુંદર ફૂલી જાય. બધો જ ગુંદર બરાબર ફૂલી જાય એટલે તેમાં બધુ દૂધ રેશી દેવું. સતત હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં ખસખસ, એલચી પાવડર, જાયફળ પાવડર અને કાજુ ઉમેરી સતત હલાવતા રહેવું. અંદર બદામ અને કાજુ બંન્ને ઉમેરી શકાય. 


હવે બીજા ગેસ પર એક સોસ પેન લઈ તેમાં માત્ર ખાંડ નાખી મિડિયમ ગેસે રહેવા દેવાનું. ખાંડ આંગળી કથ્થઈ રંગની બનવા લાગે ત્યારે હેન્ડલ પકડી સહેજ હલાવવાનું. બધી ખાંડ આંગળી જાય એટલે તી દૂધવાળા મિશ્રણમાં ઉમેરવી. સાદી ખાંડની જગ્યાએ રેડીમેડ સુગર પણ લઈ શકાય. છેલ્લે બધુ દૂધ મળી માવો બની જાય અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવનો. 


હવે સહેન ઠંડું થાય એટલે હથેળીમાં ઘી ચોપડી ગોળ લુવો કરી ડિશમાં મૂકી દબાવી દેવું. ઉપરથી ચારોળી મૂકી બદામની કતરણ ભભરાવી દબાવી હલવાસનને ગાર્નીશ કરવું. ઉપર ગાર્નીશામાં આખા એલચીના દાણા હોય તો તેનાથી પણ ગાર્નીશ જરી શકાય. તૈયાર છે ખંભાતનું સ્પેશિયલ હલવાસન.

 

બાળકો માટે બનાવો પાલક ચકરી, ચાલશે આખુ વેકેશન