તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખીર બનાવવાની એક નવી જ રેસિપિ, બનશે એકદમ ક્રિમી અને ડિલિશિયસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે અમે ખીરની રેસિપિ લાવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ સાથે - Divya Bhaskar
આજે અમે ખીરની રેસિપિ લાવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ સાથે

 

રેસિપિ ડેસ્ક: ખીર એકદમ ક્રીમી અને મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી હોય તો, ખાવાની મજા જ અલગ હોય છે. અત્યારે શ્રાદ્ધ પણ ચાલી રહ્યાં છે, એટલે બધાંના ખરે ખીર અને દૂધપાક તો બનતો જ હોય છે. આજે અમે ખીરની રેસિપિ લાવ્યા છીએ કેટલીક ખાસ ટિપ્સ સાથે, જેનાથી તમારી ખીર બનશે એકદમ ક્રિમી.


ખીર
સામગ્રી


પા કપ ટુકડા ભાત
છ-સાત નાની ઈલાયચી
છ-સાત કાજુ
છ-સાત બદામ
આઠ-દસ પિસ્તા
પાંચ-સાત તાંતણા કેસર
દોઢ લીટર દૂધ
સાત ટેબલસ્પૂન ખાંડ

 

રીત


સૌપ્રથમ ટુકડા ભાતને બરાબર ધોઇને અડધો કલાક પાણીમાં પલાળીને મૂકી દો. આ દરમિયાન ડ્રાયફ્રુટ્સને અધકચરાં વાટી લો. ત્યારબાદ ઈલાયચીનાં છોતરાં છૂટાં પાડી તેને પણ વાટી દો.


ત્યારબાદ ગેસ પર એક મોટી કઢાઇ ગરમ કરવા મૂકો. ગેસની ફ્લેમ મિડિયમ રાખવી. ત્યારબાદ કઢાઇમાં થોડું પાણી લો. ત્યારબાદ કઢાઇમાં દોઢ લિટર કાચું દૂધ ઉમેરો. દૂધ ફૂલ ક્રિમ રાખવું. દૂધમાં મલાઇ ન વળવા દેવી, આ માટે હલાવતા રહેવુ. દૂધનો ઉભરો આવે એટલે બે નાના કપ દૂધ એક બાઉલમાં અલગ કાઢી લો અને અંદર કેસર નાખી એકબાજુ મૂકી દો.


ત્યારબાદ કઢાઇમાં ગરમ થઈ રહેલ દૂધમાં પાણી નીતારીને ચોખા નાખવા. દૂધ કઢાઇમાં ચોંટવું ન જોઇએ. દૂધનો ફેટ ચોખાના સ્ટાર્ચ સાથે મળશે એટલે દૂધ એકદમ ક્રિમી બનશે. આ માટે દૂધને હલાવતા રહેવું. ગેસની ફ્લેમ મિડિયમ જ રાખવી. લગભગ 20-25 બાદ દૂધ જાડું થવા લાગશે અને ચોખા પણ ફૂલીને ઉપર આવવા લાગશે. એટલે અંદર ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ્સ પણ નાખો. ત્યારબાદ અંદર ખાંડ પણ એડ કરી દો અને બધું બરાબર મિક્સ કરી દો. ખાંદ બરાબર ઓગળવા લાગે એટલે અંદર ગરમ કેસરવાળું દૂધ એડ કરો અને દૂધને થોડીવાર ઉકળવા દો. 


તૈયાર છે ખૂબજ ટેસ્ટી અને ક્રિમી ખીર. 

 

મલાઇ નીકળશે ભાખરી જેવી જાડી, ટ્રાય કરો દૂધ ઉકાળવાની આ ખાસ રીત