Sooji Gulab Jamun / માવા વગર પણ બની શકે છે ગુલાબજાંબુ, બનાવો 'સોજીનાં સ્પોંજી ગુલાબજાંબુ'

મોટાભાગે આપણે માવા કે રેડી મિક્સમાંથી જ ગુલાબજાંબુ બનાવતા હોઇએ છીએ

divyabhaskar.com | Updated - Jan 05, 2019, 12:14 PM
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય

રેસિપિ ડેસ્ક: મોટાભાગે આપણે માવા કે રેડી મિક્સમાંથી જ ગુલાબજાંબુ બનાવતા હોઇએ છીએ. ઘરમાંથી આમાંનું કઈંજ ન હોય અને છતાં ગુલાબજાંબુ ખાવાની ઇચ્છા થાય તો બનાવી શકાય છે ખૂબજ ટેસ્ટી સોજીનાં ગુલાબજાંબુ. સોજીમાંથી પણ બનશે એકદમ સ્પોંજી અને ટેસ્ટી ગુલાબજાંબુ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સોજીનાં ગુલાબજાંબુ
સામગ્રી


એક બાઉલ ઝીણી સોજી
ઇલાયચી પાવડર
દૂધ
કિસમિસ
તેલ
ખાંડ
ઘી


રીત


સૌપ્રથમ કઢાઇને થોડી ગરમ કરી અંદર દોઢ ચમચી ઘી નાખ. ઘી ગરમ થઈ જાય એટલે અંદર સોજી નાખી થોડીવાર માટે શેકી લો. માત્ર બે-ત્રણ મિનિટ માટે જ શેકવી. ત્યારબાદ અંદર ધીરે-ધીરે દૂધ નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. ગેસની ફ્લેમ ધીમી રાખવી. લોટ બંધાઇ શકે એટલું દૂધ નાખવું, જેથી ગોલાબજાંબુ વળી શકે. લગભગ એક નાનો બાઉલ દૂધ જોઇએ. ત્યારબાદ પ્લેટમાં કાઢી ઠંડુ કરો.


આ દરમિયાન ચાસણી બનાવી લો. ગેસ પર એક તપેલી ગરમ કરવા મૂકો. અંદર દોઢ બાઉલ પાણી નવશેકું ગરમ કરો. ત્યારબાદ અંદર એક બાઉલ ખાંડ નાખો અને એકતારી ચાસણી બનાવવી.


આ દરમિયાન સોજીના પેસ્ટને બરાબર મિક્સ કરો અને મસળી-મસળીને લોટ તૈયાર કરો. ત્યારબાદ અંદર ઇલાયચી નાખી બરાબર મિક્સ કરી દો.


ચાસણી તૈયાર થઈ જવા આવે એટલે અંદર ઇલાયચીનાં ફોતરાં નાખો, જેથી ચાસણીની સુગંધ સારી આવે. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી દો.


ગુલાબજાંબુ તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એ દરમિયાન નાનાં-નાનાં ગુલાબજાંબુ વાળી લો. ગોલાબજાંબુના ગોળામાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખવું. આ માટે મસળી-મસળીને ગોળા વાળવા. વચ્ચે દબાવીને એક કિસમિસ મૂકી ફરી ગોળો વાળી દેવો. આ જ રીતે બધાં ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરો. તેલ મિડિયમ ગરમ થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લેમ પર ગુલાબજાંબુ તળવાં. ગુલાબ પલટી-પલટીની બ્રાઉન થાય ત્યાં સુધી તળવાં. છેલ્લે ગેસની ફ્લેમ મિડિયમ કરવી, જેથી કલર સારો આવે. ત્યારબાદ ગુલાબજાંબુ તેલમાંથી કાઢી સીધાં જ ચાસણીમાં નાખો અને ચાસણીને બે-ત્રણ મિનિટ માટે ગુલાબજાંબુ સાથે ગરમ કરો. ત્યારબાદ બે કલાક માટે સેટ થવા મૂકી દો. તૈયાર છે સોજીનાં ગુલાબજાંબુ.

X
નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાયનોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App