Divya Bhaskar

Home » Recipes » Indian Recipes » Try Farali Motivada recipe for Shitla Satam and Shravan month Fast

શીતળા સાતમ માટે બનાવો રાજગરાનાં ફરાળી મોતીવડાં

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 10:00 AM

ઉપવાસ અને શીતળા સાતમ બંન્ને માટે બેસ્ટ ચોઇસ રહેશે ફરાળી મોતીવડાં

  • Try Farali Motivada recipe for Shitla Satam and Shravan month Fast
    ગરમ વડાં ઉપર ચપટી મસાલો ભભરાવવો

    રેસિપિ ડેસ્ક: રાંધણ છઠ અને શીતળા સાતમ હવે બહુ નજીક છે. દરેક ગુજરાતી ઘરમાં રાંધણ છઠના દિવસે સંખ્યાબંધ અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે અને પછી શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઉપવાસમાં પણ ખાઇ શકાય તેવાં રાજગરાનાં મોતીવડાંની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો આ શીતળા સાતમ માટે.

    રાજગરાનાં મોતીવડાં
    સામગ્રી


    -1 વાડકી રાજગરાનો લોટ
    -1 વાડકી શીંગોડાનો લોટ
    -1 વાડકી સાબુદાણા
    -1 મોટો બટાકો
    -1 ટેબલ સ્પૂન સીંગનો ભૂકો
    -1/2 ટી સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
    -1 ટેબલ સ્પૂન કોથમીર
    -1 ટેબલ સ્પૂન ખાટું દહીં
    -1 ટી સ્પૂન ખાંડ
    -1 ટી સ્પૂન ખાંડેલા મરી
    -તેલ જરૂર મુજબ
    -મીઠું સ્વાદાનુસાર


    રીત


    સૌપ્રથમ સાબુદાણાને પલાળવા. પોચા બને એટલે કપડા ઉપર સૂકવવા. બટાકાને બાફી, છોલીને માવો કરવો. રાજગરાના લોટમાં તેલનું મોણ નાંખી બટાકાનો માવો ભેળવવો. મીઠું, મરી, આદું-મરચાં, કોથમીર, સીંગનો ભૂકો તથા ખાંડ નાંખવા. દહીં તથા જરૂરી પાણી નાંખીને તેનો લોટ બાંધવો. શીંગોડાના લોટમાં પાણી નાંખી સામાન્ય ઢીલું ખીરું બનાવવું. થાળીમાં સાબુદાણા પાથરવા. રાજગરાની કણકમાંથી નાનો લૂવો લઇને તેનું પાતળું વડું થેપવું. શીંગોડાના ખીરામાં બોળી પાથરેલા સાબુદાણા ઉપર દબાવવું. આ રીતે બંને બાજુએ સાબુદાણા ચોંટાડી થાળીમાં મૂકવું. બધાં વડાં આ પ્રમાણે તૈયાર કરી તેલ ગરમ મૂકવું. તેલમાં ધીરે તાપે વડાં તળવા. આછા ગુલાબી થાય એટલે નિતારીને પેપર નેપ્કિન ઉપર મૂકવાં. ગરમ વડાં ઉપર ચપટી મસાલો ભભરાવવો. દહીં સાથે ઉપયોગમાં લેવા.


    મસાલા માટે


    -1 ટી સ્પૂન આમચૂર પાવડર
    -1 ટી સ્પૂન અનારદાણાનો ભૂકો
    -1 ટી સ્પૂન સંચળ પાવડર
    -1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
    -1/2 ટી સ્પૂન જીરાનો ભૂકો
    -મીઠું સ્વાદાનુસાર
    -લાલ મરચું

    આ બધી જ સામગ્રીને ભેગી કરીને મસાલો બનાવો.

    તળ્યા વગર જ બનાવો બટાકાવડા, ડાયટ કૉન્શિયસ લોકો પણ ખાઇ શકે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Recipes

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending